જેમાં થોડીવાર બાદ આ રસ્તા પર શીખ શખ્સે મહિલાની આગળ જઈને બાઈક રોકી હતી. ત્યારબાદ શિક્ષકા બૂમાબૂમ થઈ હતી અને આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો ભેગા થઈને બંન્ને શખ્સને પોલીસ હવાલે કર્યા હતા. કોડીનાર પોલીસે મહિલા શિક્ષિકાના નિવેદન મુજબ બંન્ને શખ્સોની અટકાયત કરી છે.
આ અંગે જાણવા મળ્યું છે કે, જે શખ્સ પીછો કરી શિક્ષિકાની બાઈક આગળ જઈને મહિલાને રોકી તે શખ્સ ઉત્તરાખંડનો રહેવાસી શીખ છે. તેમજ તે અહીં JCB ચલાવવવાનું કામ કરી રહ્યો છે. જ્યારે અન્ય એક શખ્સ કોડીનારના કાજનો રહેવાસી છે, જેનું નામ કચરો છે. જે અહીં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યો છે. હાલ પોલીસે આ બંન્ને શખ્સની અટકાયત કરીને આકરી પૂછપરછ હાથ ધરી છે.
જામવાળા ગીરથી 4 કિમી.દૂર સીમ વિસ્તારમાં આ સીમ શાળા આવેલી છે. શાળાએ જવાનો કાચો રસ્તો 3 કિમી છે, જે રસ્તો અવાવરું છે. અહીંથી પસાર થવું મહિલાઓ માટે જોખમી બન્યું છે, કારણ કે આ રસ્તા પર ખેડૂતો સિવાય અન્ય કોઈ અવર જવર પણ કરતું નથી. તો બીજી તરફ આ અંગે બંન્ને શખ્સોનું કહેવું છે કે, તે મહિલા શિક્ષિકાને ઓળખતા નથી. જે રસ્તા પર મહિલા શિક્ષિકા હતી, ત્યાં 4 સિંહ હતા જેને જોવા માટે અમે બાઈક રોક્યું હતું. જો કે શિક્ષિકાનું કહેવું છે કે, ત્યાં એક પણ સિંહ હતો નહીં. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.