- કોરોનાના લીઘે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા મઘ્યમ-ગરીબ વર્ગના લોકોને મોંઘવારીએ કફોડી સ્થિતિમાં મૂકી દીઘા : મહિલા કોંગ્રેસ
- વેરાવળમાં મહિલા કોંગ્રસ અગ્રણી-કાર્યકરોએ મોંઘવારી કાબુમાં કરી મઘ્યમ વર્ગને રાહત આપવા આવેદનપત્ર પાઠવી રોષભેર રજૂઆત કરી
- લોકોની જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવ તાત્કાલીક ઘટાડવા પગલા ભરવા કેન્દ્ર- રાજ્ય સરકારને રજૂઆત
ગીર સોમનાથ : કોરોનાકાળમાં ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને વેદનાને ઘ્યાને લઇ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં કિરણ ભીમજીયાણી, કાજલ લાખાણી, જસ્મીન મુરીમા, કાજલ ભજગોતર સહિત મોટીસંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ વેરાવળ પ્રાંત અઘિકારીને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી માથે આવી પડેલી કોરોના મહામારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. જેથી લોકો જરૂરીયાત મુજબ જ સમજી સમજીને ખર્ચ કરવાની સાથે ખોટા ખર્ચ બંઘ કર્યા છે. આવા કપરા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારની ખોટી નિતીઓના કારણે આજે દેશ અને ગુજરાતમાં લોકોની જરૂરીયાત મુજબની દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે.
આ પણ વાંચો : તાલાલા ગીર પંથકની કેરીની સિઝન ચાલુ વર્ષે ગ્લોબલ ચેન્જીંગ અને વાવાઝોડાના કારણે ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ
મોંઘવારીને કારણે સામાન્ય વર્ગના લોકોનું બજેટ વિખેરાઇ ગયુ
પેટ્રોલ-ડીઝલ, તેલ સહિતના ખાઘપદાર્થોનો ભાવ સામાન્ય લોકોને પરવડે તેના કરતા અનેકગણા વધી ગયા છે. જેના કારણે ગરીબ અને સામાન્ય વર્ગના લોકોનું બજેટ વિખેરાઇ ગયુ છે. એ પણ એવા સમયે જ્યારે કોરોના મહામારીના લીઘે લોકોની આવક ઘટી હોવાથી પહેલીથી જ આર્થીક કટોકટીનો બન્ને વર્ગના લોકો સામનો કરી રહ્યા હતા.
આ પણ વાંચો : ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ઉના ખરીદ વેચાણ સંઘ અને રાજ્ય બીજ નિગમ પર લગાવ્યો ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ
જરૂરી જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવો ઘટાડવા માંગણી કરી
વધુમાં કોરોના અને વધી રહેલી મોંઘવારીની ગંભીર અસર લોકોની જીવનનિર્વાહ ઉપર પડી રહી હોવાથી દિન-પ્રતિદિન મુશ્કેલીઓ વધી રહી છે. આ પરિસ્થિતિ પાછળનું એક માત્ર કારણ સરકારની ખોટી નિતીઓ અને નિષ્ફળતા છે, ત્યારે મોંઘવારીને કાબુમાં કરી લોકો માટે જરૂરી જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવો ઘટાડવા માંગણી છે. આ બાબતે સરકાર તાત્કાલીક પગલા ભરી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને રાહત આપે તેવી અંતમાં માંગણી કરી છે. આવેદનપત્ર આપવામાં મંજુબેન સોલંકી, રમાબેન ચાવડા, અંજુબેન પોપટ, છાયાબેન ધનેશા, સાજેદા મુસ્તાક, નઝમાબેન પંજા, મુમતાજ કકાસીયા, મંજુબેન રબારી, પુંજીબેન ગોહેલ, નર્મદાબેન ગોહેલ સહિત મહિલા કોંગ્રસની કાર્યકર બહેનો હાજર રહી હતી.