વિશ્વનું સૌથી વિશાળકાય પ્રાણી કે, જે એક સમયે સમુદ્ર ઉપર રાજ કરતી હતી એવી વ્હેલ શાર્ક આજે માત્ર 25000 જેટલી જૂજ બચી છે. 5 લાખમાંથી સરેરાશ ઘટતી વ્હેલ શાર્કની સંખ્યાના કારણે તેને સરકાર દ્વારા શેડ્યુલ પ્રાણી ઘોષિત કરાયું હતું. જેના કારણે તેના શિકાર પર રોક લાગી હતી અને 2004માં ગીરસોમનાથમાં કથાકાર મોરારીબાપુએ વ્હેલશાર્ક માછલીને દીકરી સમાન ગણી તેને ન મારવાની અપીલ કરેલી જેનો આજે પણ માછીમારો અમલ કરી રહ્યા છે. કરોડોની આવક જતી કરી વ્હેલને મહેમાન માની જીવનદાન અપાય છે.
વ્હેલ શાર્ક માછલી અનેક દેશો માથી પ્રજનન અને પ્રસુતી માટે આપણા દરીયા કાંઠાની મહેમાન બને છે. આમ મહેમાનોનો આદર એ સૌરાષ્ટ્રની પરંપરા ગણી આ તકે સૌએ વ્હેલશાર્ક બચાવવાનો સંકલ્પ કર્યો હતો.