ગીર સોમનાથઃ અયોધ્યામાં નિર્માણ થનાર શ્રી રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના નરેશ ભાઈ પરીયાણી સોમનાથ તીર્થના જળ, માટી લઈ અને અયોધ્યા રવાના થયા હતા. આ તકે તેઓએ સોમનાથ ટ્રસ્ટનો સહકાર માંગતા તેમને ત્રિવેણી સંગમનું જળ અને સોમનાથ તીર્થની માટીની વ્યવસ્થા કરી આપવામાં આપી હતી.
શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્નેના અલગ-અલગ કુંભો બનાવી પૂજારી દ્વારા તેનું પૂજન કર્યા બાદ 18 જૂન 2020ના રોજ બપોરે 12:39 કલાકે વિજય મૂહુર્તમાં સોમનાથ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નરેશભાઇ પર્યાણીને અર્પણ કરાઈ હતી.
આ અંગે તમામ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી, દરેક જિલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોવાખી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના પણ અલગ-અલગ બન્ને કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજાવિધિ સંપન્ન કરી મોકલવામાં આવી છે.