ETV Bharat / state

ગીર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા, ટ્રાફિક જામ થતા સ્થાનિકોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો - Traffic jam in Gir Somnath

છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પુરના પાણી ફરી વળ્યાં છે. રસ્તા પર દોઢ થી બે ફૂટ પુરના પાણી ભરાયા છે, તેમજ ટ્રાફિક જામ થતા નજીકના ગામલોકોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે તેમ છતાં ઘટના સ્થળે સ્થિતિ જોવાની કોઇપણ સરકારી તંત્ર કે નેશનલ હાઇવે ઓથોરીટીએ દરકાર લીધી નહોતી.

Rainfall in Gir Somnath
ગીરસોમનાથ-નેશનલ હાઇવે પર પાણી ભરાયા
author img

By

Published : Aug 24, 2020, 10:51 PM IST

ગીર સોમનાથઃ છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પણ પુરના પાણી ફરી વળ્યાં છે. રસ્તા પર દોઢ થી બે ફૂટ પુરના પાણી ભરાયા છે તેમજ ટ્રાફિક જામ થતા નજીકના ગામલોકોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે તેમ છતાં ઘટના સ્થળે સ્થિતિ જોવાની કોઇપણ સરકારી તંત્ર કે નેશનલ હાઇવે ઓથોરીટીએ દરકાર લીધી નહોતી.

Rainfall in Gir Somnath
ગીર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા

કપિલા નદીમાં આવેલા પુરને કારણે સોમનાથ-ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું છે, સાથે જ હાઈવે પણ મસમોટા ખાડાઓ હોવાને કારણે પાણી વચ્ચેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટો ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઇવે ઓથોરિટી આ અવસ્થામાં રોડ હોવા છતાં ટ્રાફિક નિયમન કે રોડના સમારકામ અથવા ડાયવર્ઝન કાઢવા માટે હાજર નથી ત્યારે નજીકના ગામના સેવાભાવી યુવાનો ખાડાઓથી સચેત કરીને હાઇવે પરનો ટ્રાફિક જામ દૂર કરી રહ્યા છે.

Rainfall in Gir Somnath
ગીર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા

લોકો પોતાના પરિવાર સાથે આ હાઇવે ઉપર નથી ચાલી શકતા તેમજ વાહન બગડતા રાતવાસો રોડ ઉપર કરવો પડે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની ફરજ પરથી ભાગી રહી છે.

છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં વરસાદના કારણે હાઈવે ડૂબી જવાની ઘટના બની રહી છે, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું, તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.