- ગ્રાહકોને છેતર્યાની બેંકને લેખિતમાં જાણ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડફોડ થયો
- પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ
- ગ્રામ્ય વિસ્તારમાં બેંકની કામગીરી માટે આઉટસોર્સ કંપની દ્વારા કસ્ટમર કેર પોઈન્ટ કાર્યરત હતા
વેરાવળ : SBIની આઉટસોર્સિંગ કંપની સી.એસ.સી. ઇ. ગર્વનન્સ સર્વિસ ઇન્ડીયા લી. માં ગીર સોમનાથ જીલ્લા મેનેજર તરીકે ફરજ બજાવતા મનુભાઇ બાબુભાઇ સોલંકી એ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, ગ્રામ્ય વિસ્તારોમાં એસ.બી.આઇ. બેંકનું કામ કરવા માટે કંપની તરફથી કસ્ટમર સર્વિસ પોઇન્ટ ખોલવામાં આવતા હોય છે. જેમાં વેરાવળ તાલુકાના પંડવા ગામે જયેશ ગીગાભાઇ પંપાણીયા તથા અમીત સામતભાઇ વાળાએ વર્ષ 2018 માં કસ્ટર સર્વિસ પોઇન્ટ શરૂ કરેલ હતા. જેમાં ગ્રાહકોની રકમ જમા તથા ઉપાડ સહીતની કામગીરી થઈ રહેલ હતી. દરમ્યાન ગત તા.25-8-2021 ના રોજ બેંક ને સાત જેટલા ખાતેદારોએ પોતાની સાથે છેલ્લા થોડા સમય દરમ્યાન ક્સ્ટમર કેર પોઈન્ટ દ્વારા જુદી-જુદી રકમની છેતરપીંડી કરેલ હોવાની લેખીત જાણ કરતા તેના આધારે બેંકે કંપનીને જાણ કરી હતી. જેથી પંડવા ગામના આ કસ્ટમર સર્વિસ પોઇન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોવાની જાણ કરેલ અને તે અંગેની તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકત સામે આવતા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.
આ પણ વાંચો : ખેલૈયાઓ થઇ જાવ તૈયાર, આ વર્ષે નવરાત્રીમાં ગાવા મળશે ગરબા
છેતરપીંડીના ગુન્હાની કલમો નોંધી કાર્યવાહી હાથ ધરી
હાલ આ અંગે પોલીસે પંડવા ગામના જયેશ ગીગાભાઇ પંપાણીયા તથા અમીત સામતભાઇ વાળા ની સામે જુદા-જુદા ગ્રાહકોના રૂ.9.80 લાખ જેવી રકમ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ તેની સાથે છેતરપીંડી કરેલ હોવાની આઇ.પી.સી. કલમ 409, 434, 114 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પી. આઇ. આહિરે હાથ ધરેલ છે.
આ પણ વાંચો : જેતપુરમાં આયુર્વેદિક ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવી પત્નીએ