ETV Bharat / state

લૂટેરી દુલ્હનનું દુલ્હા લૂંટવાનું સપનું લૂંટાયું - ઉના પોલીસે 9 લોકોની કરી ધરપકડ

ઉનામાં લગ્ને-લગ્ને કુંવારી લૂટેરી દુલ્હન ઉના એક યુવક અને તેના મળતિયાઓ સાથે વાજતે ગાજતે લગ્ન કરવા પહોંચી હતી. વરરાજાને તેની પોલ અંગે પહેલેથી જ જાણ થઇ જતાં ઉના પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂટેરી દુલ્હન, દલાલ મહિલા સહિત 9 લોકોની ટોળકીને ઝડપી લીધી હતી.

લૂટેરી દુલ્હન
લૂટેરી દુલ્હન
author img

By

Published : Jun 24, 2021, 6:20 PM IST

  • ઉનામાં લગ્નોત્સુક યુવાન લુંટાય તે પહેલા જ લૂટેરી દુલ્હન જેલમાં
  • લગ્ન સમયે જ વરરાજાને જાણ થતાં પોલીસ બોલાવી પકડાવી દીધી
  • પોલીસે લૂંટરી દુલહન સહિત ગેંગ ના 09 શખ્સો ની કરી ધરપકડ

ગીર સોમનાથ : ઉનામાં તાલુકાના નાળિયેરી મોલી ગામે રહેતા રમેશ રાખોલિયાના એકના એક પુત્ર હિતેશના લગ્ન કરાવવાના હોવાથી તેમને બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુ રાઠોડને વાત કરી હતી. આથી વિનુએ કન્યા રાજકોટ હોવાથી ત્યાં જવું પડશે એમ જણાવ્યું હતું. જે કારણે હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયો વિનુ સહિતના લોકો રાજકોટ ગયા હતા. જ્યાં સપના કોસિયા નામની યુવતી સાથે હિતેશની મુલાકાત કરાવવામાં આવી હતી. હિતેશ અને સપનાએ વાતો કરીને એકબીજાને પસંદ પણ કર્યા હતા. સગાઇ નક્કી કરવાની વાત આવી, ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ પરેશ હિરપરાએ લેવડ દેવડની વાત કરી હતી.

ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું

સપનાના લગ્નની ખરીદી માટે રૂપિયા માંગતાં હિતેશે રૂપિયા 20 હજાર રોકડા અને ખરીદી માટે કુલ રૂપિયા 41 હજાર રોકડા આપ્યા હતા. લગ્ન બાદ રૂપિયા 2 લાખ રોકડા આપવાના અને કન્યાના દાગીના પણ બનાવી આપવાનું નક્કી થયું હતું. વરરાજા હિતેશ પણ કન્યાપક્ષની વાતમાં સહમત થયો હતો. જે બાગ 21 જૂનના રોજ કન્યા પક્ષના લોકો ઉના આવીને કોર્ટમાં લગ્ન કરશે, તેવું નક્કી થયું હતું. જે બાદ શનિવારના રોજ કન્યા સહિત તેમના મળતિયા કારમાં ઉના પહોંચ્યા હતા. કારનું રૂપિયા 5,500 ભાડું પણ વરરાજાએ ચૂકવવાનું કહેતાં ભાડું પણ વરરાજાએ ચૂકવી આપ્યું હતું. જે બાદમાં હિતેશભાઇ અને તેમના પરિવારજનો તેમના વકીલની ઓફિસે ગયા હતા. વકીલને વાત કરતા વકીલે કન્યાના આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જે સપનાએ આપ્યા હતા.

લૂટેરી દુલ્હન
લૂટેરી દુલ્હનનું દુલ્હા લૂંટવાનું સપનું લૂંટાયું - ઉના પોલીસે 9 લોકોની કરી ધરપકડ

સાદા ડ્રેસમાં આવેલી પોલીસે આરોપીઓને ઝડપી લીધા

વરરાજાના વકીલે સઘળા ડોક્યુમેન્ટની તપાસ કરાવતા ડોક્યુમેન્ટ બોગસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું હતું. જેથી તેમણે ગીર-સોમનાથ SPને અરજી કરી હતી. મંગળવારના રોજ સપનાનો ફોન હિતેશ પર ફોન આવ્યો કે, અમે 23 જૂનના રોજ આવીશું. તમે દાગીના અને રૂપિયા 2 લાખ રોકડા તૈયાર રાખજો. આથી હિતેશભાઇએ ઉના પોલીસને આ વાતથી વાકેફ કરી હતી. ​​​​​​​સવારે 11 કલાકે સપના, તેની માતા કાસીબેન, રમેશ કોસિયા, કાજલ પરેશ હિરપરા, કાકડીમોલી ગામનો વચેટિયો વિનુ રાઠોડ અને તેની પત્નિ ક્રિષ્ના અને બીજા બે શખ્સો ઉના કોર્ટમાં આવ્યા હતા. એ વખતે સાદા ડ્રેસમાં આવેલી પોલીસે તમામને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે પૂછપરછ હાથ ધરી હતી. આ અંગેની વરરાજા હિતેશ રાખોલિયાની ફરિયાદનાં આધારે ઉના પોલીસે 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

લૂંટેરી દુલ્હન સાથે પકડાયેલા 9 શખ્સોનાં અસલી નામ

  • વિનોદભાઇ ઉર્ફે વિક્રમ રણછોડ રાઠોડ
  • ક્રિષ્ના ઉર્ફે ગિતાંજલી વિનોદ રાઠોડ
  • અંજુમ ઉર્ફે સપના નાઝીર હુસેન સોલંકી
  • શારબાઇ ઉર્ફે સાયરા ઉર્ફે કાશીબેન હનિફભાઇ ઠેબા
  • ભાવનાબેન ઉર્ફે કાજલબેન રાજેશ ગડારા
  • ગોવિંદ હિરાભાઇ વ્યાસ
  • અશ્વિન ધરમશી લીંબોડીયા
  • વિશાલ બેચર સરવૈયા
  • ગોવિંદ ધરમશી લીંબોડીયા

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.