ETV Bharat / state

ગીર-સોમનાથમાં અત્યાર સુધીમાં 21 લોકોએ કોરોનાને હરાવ્યો - ગીરસોમનાથમાં 21 લોકો કોરોના મુક્ત

ગીરસોમનાથ જિલ્લામાં 21 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. અને અત્યારે કુલ 44 કેસ માંથી 23 પોઝિટિવ કોરોનાગ્રસ્ત દર્દી સારવાર હેઠળ છે.

ગીરસોમનાથ
ગીરસોમનાથ
author img

By

Published : May 25, 2020, 7:09 PM IST

ગીરસોમનાથ: જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં એકપણ મોત નોંધાયું નથી. ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં લોકડાઉનના અમલ પછી 21 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. અને અત્યારે કુલ 44 કેસ માંથી 23 પોઝિટિવ કોરોનાગ્રસ્ત દર્દી સારવાર હેઠળ છે.

ગીરસોમનાથ જિલ્લામાં કોરોનાનાા સંક્રમણને અટકાવવા દેશની સાથે જિલ્લામં લોકડાઉન અમલમાં છે. લોકડાઉન દરમિયાન ગીર-સોમનાથ જિલ્લામાં કુલ 44 દર્દી કોરોનાગ્રસ્ત નોંધાયેલા છે. જેમાંથી 21દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

23 દર્દીઓ હાલમાં આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જેમાં તાલુકાવાર વેરાવળ 05, સુત્રાપાડા 05, કોડીનાર 02, ઉના 05, ગીરગઢડા 02, તાલાળા 04 કુલ 23 કોરોના એકટિવ દર્દી સારવાર લઇ રહ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં 1460 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાં 44 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા અને 1416 સેમ્પલ નેગેટીવ આવ્યા હતા.

તારીખ 23 મે એ લીધેલા 48 દર્દીના સેમ્પલ નેગેટીવ આવ્યા હતા ત્યારે જિલ્લામાં કોરોનાને તંત્રએ કાબુમાં કર્યો છે તે અંડકાઓ સાફ બતાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.