ETV Bharat / state

વેરાવળના વધુ 3 દર્દીઓ કોરોનામુક્ત બન્યા, હોસ્પિટલમાંથી રજા મળી - કોવિડ કેર સેન્ટર

એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે બીજી તરફ ગીર સોમનાથના વેરાવળના વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે. વેરાવળના ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા સોમનાથ લીલાવતી કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા અપાઇ હતી.

Three more corona positive patients recovered from Veraval
વેરાવળના વધુ ત્રણ દર્દીએ કોરોનામુક્ત, હોસ્પિટલમાંથી રજા મળી
author img

By

Published : Jun 27, 2020, 4:14 PM IST

વેરાવળઃ એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે બીજી તરફ ગીરસોમનાથના વેરાવળના વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે. વેરાવળના ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા સોમનાથ લીલાવતી કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા અપાઇ હતી.

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી પ્રભાવિત થયું છે. સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે. કોરોના વાઇરસમાંથી દર્દીઓ દિન પ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યાં છે. જેના પરીણામે આજે વેરાવળના ત્રણ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરી કોરોનામુક્ત થતા લીલીવતી કોવિડ કેર સેન્ટર, સોમનાથ ખાતેથી રજા આપવામાં આવી હતી.

Three more corona positive patients recovered from Veraval
વેરાવળના વધુ ત્રણ દર્દીએ કોરોનામુક્ત, હોસ્પિટલમાંથી રજા મળી

હાલ લીલાવતી કોવિડ કેર સેન્ટર ખાતે આઠ દર્દીઓ સારવાર હેઠળ છે. કોવિડ કેર સેન્ટર, સોમનાથ ખાતેથી ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમા વેરાવળના ડૉ. રાજેશ ધનશાણી, ડો. સીમા તન્ના અને દીપક ચોપડા સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા પોતાના આરોગ્યની સંભાળ લેવા સાથે કોરોના વાઇરસથી સાવચેત રહેવા, માસ્ક અને સામાજિક અંતર રાખવા માટે જણાવ્યું હતું. તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ, નક્કી કરેલા દિવસો સુધી તેમના ઘરમાં જ રહેવા માટે ખાસ જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.