- કોડીનાર પોલીસની કામગીરીથી અસંતુષ્ટ મૃતકના પુત્રએ કરી માંગ
- હત્યામાં અન્ય લોકો સંડોવાયેલા હોવાની આશંકા
- ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની થઈ હતી હત્યા
આ પણ વાંચોઃ રંગીલુ રાજકોટ બન્યું રક્તરંજીત, ત્રણ દિવસમાં બે હત્યા
ગીર સોમનાથઃ જિલ્લાના કોડીનાર તાલુકામાં ગત 3, ફેબ્રુઆરીના રોજ સવારે 8 કલાકે બોડવા ગામની સીમમાંથી નંદુબેનનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે બોડવા ગામના દિપક પ્રેમજીના મોબાઈલમાંથી મેસેજ મૃતકના પુત્રને આવ્યા હોવાનું ખુલતાં તેની ધરપક્કડ કરી હતી. પુછપરછમાં આરોપીએ ગુનો કબુલી જણાવ્યું હતું. કે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને નંદુબેન અવાર-નવાર રૂપિયાની માંગણી કરતા હતા. જેનાથી કંટાળીને નંદુબેનની હત્યા કરી હતી. બીજી તરફ પુત્રના કહેવા મુજબ નંદુબેન ભણેલા ન હોવાથી સાદો ફોન જ વાપરતા હતા તથા ગુજરાતી લખતાં પણ આવડતું નહોતું. જેથી આ મેસેજ કોને કર્યો? શુ કામ કર્યો? એ અંગે તપાસ કરવા માંગ કરી છે. જ્યાં હત્યાની ઘટના બની છે ત્યાં લોહીના તથા 100 ફુટ ઢસડીને લાવ્યા હોવાના પણ નિશાન પણ જોવા મળ્યા ન હતા. લોહીવાળા કપડા સહિતના પુરાવાઓનો નાશ કર્યો હોવાથી દિપક તથા અન્ય લોકો પણ હત્યામાં સામેલ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ સુરતઃ પૈસાની દેતી-લતી મુદ્દે મિત્રએ જ કરી મિત્રની હત્યા
હત્યાનું કારણ અને અન્ય આરોપીઓની આશંકા
સંદિપના કહેવા મુજબ દીપકને તેની માતા સાથે પ્રેમ સંબંધ નહી પણ અન્ય છોકરીઓ સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ નંદુબેનને થતાં આ હકીકત છોકરીઓના માવતરને કહી દેવાનું જણાવતાં નંદુબેનની હત્યા કરી હતી. તેમણે આ હત્યાકાંડની તપાસ CIDને સોંપવામાં આવે તેવી માંગ કરી છે.