ETV Bharat / state

માસ્ક પહેંરવા કહ્યું તો યુવકે મારી પોલીસને થપ્પડ, પછી પોલીસે શું કર્યું? જાણો... - ગીર સોમનાથ લોકલ ન્યુઝ

ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ આવેલા ગીરગઢડાના એક યુવાનને માસ્ક નહીં પહેરવા બદલ 1 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. દંડની વસુલાત કર્યા બાદ પણ માસ્ક નહીં પહેરતા પોલીસે યુવકને માસ્ક પહેરવા સમજાવતા યુવક ઉશ્કેરાઈ જતા પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારી ફરજમાં રૂકાવટ કરતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામા આવી છે.

માસ્ક પહેંરવા કહ્યું તો યુવકે મારી પોલીસને થપ્પડ

author img

By

Published : May 16, 2021, 2:40 PM IST

  • કોરોના સંક્રમણની બીજી લહેરના પગલે સરકારનું કડક વલણ
  • ગીર સોમનાથમાં માસ્ક ન પહેરવા બદલ યુવક સામે દંડ
  • પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગીર સોમનાથઃ કોરોના સંક્રમણની બીજી લહેરના પગલે સરકારએ ફરી કડક વલણ અપનાવ્યુ છે. નાગરિકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી છે, આમ છતાં કોરોના ગાઇડલાઇનનું ભંગ કરવામાં આવે તો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક વેરાવળ આવેલા ગીરગઢડાના એક યુવાનને માસ્ક નહીં પહેરવા બદલ 1 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. દંડની વસુલાત કર્યા બાદ પણ માસ્ક નહીં પહેરતા પોલીસે યુવકને માસ્ક પહેરવા સમજાવતા યુવક ઉશ્કેરાઈ જતા પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારી ફરજમાં રૂકાવટ કરતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામા આવી છે.

આ પણ વાંચોઃ ખેડાના કપડવંજ ખાતે કોરોના જાગૃતિ માટે શિક્ષકોની પહેલ

દંડ ભર્યા બાદ માસ્ક નહીં પહેરુ કહી પોલીસ સામે કર્યુ ગેરવર્તન

વેરાવળ પોલીસ સરમણ નંદાણીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બસ સ્ટેશનમાં માસ્ક વગર બેસેલા ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામના યુવક વિશાલ હડિયા પાસેથી ASI ડી. પી. ગોહેલએ માસ્ક ન પહેરવા બદલ 1 હજારની રકમનો મેમો આપીને દંડ ફટકાર્યો હતો. બાદમાં માસ્ક પહેરી રાખવા સમજ કરતા વિશાલ રોષ ભરાઈ કહ્યુ, મે માસ્ક ન પહેરવા બદલ રુપિયા 1 હજારનો મેમો ભર્યો છે. હવે માસ્ક નહીં પહેરું જેથી પોલીસે હાલની કોરોના મહામારીની ગંભીરતાની સમજ કરી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથના જાહેરનામાનું કહેતા તેણે એકદમ ઉશ્કેરાઈને કહ્યુ હું માસ્ક નહી પહેરૂ અને તમારે જે કરવુ હોય તે કરો તેમ કહી ગેરવર્તન કર્યુ હતું. આ સાથે ફરજ પર રહેલા સરમણનો કોલર પકડી ગાલ પર એક થપ્પડ મારી એકાએક ધક્કો મારી નીચે પછાડ્યા હતા. જેથી યુવક સામે ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ડાંગમાં SBI બેંક કર્મચારીઓ દ્વારા મફત માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ

ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધાયો

વિશાલને વેરાવળ પોલીસ સ્ટેશન લાવવાામં આવ્યો, ત્યારે પણ પોતાનો મોબાઇલ ફોન નીચે ફેંકી તોડી નાખ્યો હતો. જેથી તેની સામે કાયદેસરની ફરજમાં અડચણ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.