ETV Bharat / state

સોમનાથ તીર્થ ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ - Central Government Team

ભારત સરકારની પ્રાસાદ યોજના હેઠળ કેન્દ્ર સરકારની ટીમે સોમનાથ મંદિરના વિકાસના પ્રોજેકટોના અભ્યાસ માટે સોમનાથ ક્ષેત્રની મુલાકાત લીધી હતી.

somnath
સોમનાથ તીર્થ ક્ષેત્રનાવિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
author img

By

Published : Jul 24, 2021, 12:00 PM IST

  • સોમનાથ દાદાના 47 દેશોના લોકો કરે છે દર્શન
  • સોશ્યલ મીડિયામાં 6.50 લોકો દર્શન કરે છે ભક્તો
  • કેન્દ્ર સરકારની ટીમે લીધી સોમનાથ મંદિરની મૂલાકાત

ગીર-સોમનાથ:વિશ્વ પ્રસિધ્ધ ભારતના બાર જયોતિલિંગ માંથી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર વિશ્વના 47થી પણ વધુ દેશોમાં સોશ્યલ મીડિયા દ્વારા દર્શન કરાય છે અને દર મહિને સોશ્યલ મીડિયા પર 6.50 કરોડ મુલાકાતીઓ સોમનાથ દાદાના દર્શન કરી રહ્યા છે.

કરોડો ભક્તો કરે છે દાદાના દર્શન

વિક્રમજનક શિવભકતોના પ્રતિસાદ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરીએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા ઉપર દર મહિને 6.50 કરોડ મુલાકાતીઓ સાથે આ વિક્રમસંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળે તે માટે કાર્યવાહી શરૂ થઈ ચુકી છે.એટલું જ નહીં તેઓના જણાવ્યા અનુસાર તા.2 જૂલાઈએ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રસ્ટી અમિત શાહને રૂબરૂ દિલ્હી ખાતે મળી વિનંતિ કરી છે કે સમુદ્ર દર્શન માર્ગ અને નવીનીકરણ થયેલ માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યના આગવી રીતે રજૂ કરતા સંગ્રાહલય-મ્યુઝિયમ લોકાપર્ણ કરવા તેઓ સમય ફાળવે જેમાં તેઓ રૂબરૂ શકય નહીં બને તો વર્ચ્યુઅલ લોકાપર્ણ કરે.

આ પણ વાંચો : સોમનાથ મંદિર આજથી ભક્તો માટે સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

કેન્દ્રની ટીમે લીધે મુલાકાત

તાજેતરમાં જભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ આયકોનીક વિકાસ પ્રોજેકટના સૂચીત કરાયેલા 16 પ્રોજેકટનો વિગતવાર અહવાલ તૈયારકરવા કેન્દ્રની ટીમે સોમનાથની મુલાકાત લીધી અને વિગતવાર અહેવાલ તૈયાર કરી ભારત સરકારમાં રજુ કરવામાં આવ્યો હતો. આ ટીમએ સાતમાં મહિને સોમનાથ ખાતે સ્થળતપાસ કરી વિકાસ પ્રોજેકટો આગળ વધારવા નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો : ગીર-સોમનાથ: વેરાવળમાં સીઝનનો પ્રથમ ધોધમાર વરસાદ, 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.