ETV Bharat / state

નવ મહિનાથી તલાલામાં પાલિકાએ વીજ બિલ ભર્યું નથી - talala

ગીર સોમનાથ જિલ્‍લામાં તાલાલા શહેરમાં સ્‍ટ્રીટલાઇટના વીજ બીલની બાકી રકમ અંગે પાલિકા અને વીજ તંત્ર અમને સામને આવી ગયા છે. વીજ કંપનીનું કહેવું છે કે, પાલિકાનું નવ માસનું બિલ બાકી છે. જ્યારે પાલિકાએ જણાવ્યું કે, વીજ તંત્રને પ્રથમ પૈસા ચૂકવી રહ્યા છે.

તલાલા
તલાલા
author img

By

Published : Mar 25, 2021, 2:13 PM IST

  • ગીર સોમનાથના તલાલામાં સ્‍ટ્રીટલાઇટના વીજ બીલની રકમ ભરાઇ નહિ
  • વીજ બીલની બાકી કુલ 90 લાખની રકમમાંથી બાકી
  • PGVCLનો નિર્ણય શહેરની પ્રજા માટે અન્યાયકારક સમાન

ગીર સોમનાથ : જિલ્‍લાના તાલાલા શહેરમાં સ્‍ટ્રીટલાઇટના વીજ બીલની બાકી રકમ અંગે પાલિકા અને વીજ તંત્ર અમને સામને આવી ગયા છે. બંન્‍ને તંત્રો વચ્‍ચે પ્રજાને વગર કારણે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. તાલાલામાં પાલિકાના સ્‍ટ્રીટલાઇટના વીજ બીલની બાકી કુલ 90 લાખની રકમમાંથી બાકી ત્રીસેક લાખની રકમ ભરવા અંગે વિજ તંત્રએ નિયમ મુજબ નોટીસ આપી હતી. છતાં બાકી રકમ પાલિકાએ ન ભરતા શહેરના ચાર ઝોનમાં સ્‍ટ્રીટલાઇટનો વીજ પુરવઠો કાપી નાંખ્‍યો હતો. બીજી તરફ પાલિકાના સત્તાધીશોએ આજ દિન સુઘીમાં 60 લાખની રકમની ભરપાઇ કરી દીઘી છે. કનેક્શનો કાપવાનું વીજ તંત્રનું પગલું અન્યાયકારક ગણાવી નારાજગી દર્શાવી છે.

વીજ વિભાગે પાલિકા ના સ્ટ્રીટ લાઈટ જોડાણ કાપ્યું

તાલાલા વીજ અધિકારી સી.બી.ચરડવાએ આપેલ વિગત માહિતી મુજબ, તાલાલા પાલિકાને વારંવારની તાકીદ કરવા છતાં વીજ બીલના બાકી નાણા ભર્યા નથી. તાલાલા શહેરમાં પોલીસ સ્ટેશન તથા ખોડિયાર ગરબી મંડળ(નરસિંહ ટેકરી), હુડકો સોસાયટી કેનાલ કાંઠે તથા કૈલાસનગર સહિત ચાર ઝોનના સ્ટ્રીટલાઈટના કનેક્શન કાંપી નાખવામાં આવ્યા છે. જેથી શહેરના ઉપરોકત વિસ્તારમાં ગઇકાલથી જ અંધારપટ છવાઈ ગયો છે. આ અગાઉ તાલાલા પંથકના સાત ગામોની વીજ બીલની બાકી રકમ ન ભરતા સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાંપી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તાલાલા શહેરના ચાર ઝોનના વીજ કનેક્શન કાંપી નાખી વીજ બીલના બાકી રકમની ઉઘરાણી અંગે વીજ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચો : કુતિયાણા નગરપાલિકાએ વીજબિલ ન ભરતા કનેક્શન કપાયું

PGVCLનો નિર્ણય શહેરની પ્રજા માટે અન્યાયકારક સમાન

તાલાલા પાલિકાના ઉપપ્રમુખ અમિત ઉનડકડએ જણાવ્યું કે, તાલાલા શહેરના ચાર ઝોનની સ્‍ટ્રીટલાઇટોના વિજ જોડાણો કાંપી નાંખવાનો PGVCLનો નિર્ણય શહેરની પ્રજા માટે અન્યાયકારક સમાન છે. તાલાલા પાલિકાનું છેલ્લા નવ માસ દરમિયાન સ્ટ્રીટ લાઈટનું બિલ રૂપિયા 90 લાખ આવેલું છે. લોકડાઉન તથા કોરોનાને કારણે પાલિકાની આર્થિક સ્થિતિ નબળી પડી ગઇ હોવા છતાં પણ છેલ્‍લા ત્રણ માસથી 15-15 લાખના હપ્તા સાથે અત્‍યાર સુઘીમાં રૂપ્યા60 લાખ જેવી રકમ વિજ તંત્રને ચુકવી દીધી છે.

આ પણ વાંચો : તાલાલા ગીરના સાત ગામોમાં વીજ બીલ ન ભરાતા કનેક્શન કપાયા

વીજ તંત્રના બિલની ભરપાઇને અગ્રતા આપી રહ્યા

પાલિકાને જે કંઇ આવક થાય છે તેમાંથી ભરપાઇ કરવા વીજ તંત્રને અગ્રતા આપી રહયા છે. જે વીજ કચેરીના રેકર્ડ ઉપર છે. પાલિકાનો આટલો સકારાત્‍મક અભિગમ છતાં પણ વીજ તંત્ર વારંવાર નોટિસો આપી પાલિકા પૈસા ભરતી નથી તેવી જાહેરતો કરે તે અશોભનિય છે. વીજ કચેરીના બાકી લેણી રકમ શકય હોય તેટલી વહેલી ભરપાઈ કરવા પ્રયાસો કરી રહ્યાની અંતમાં જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.