ETV Bharat / state

તાલાલામાં અનુકુળ હવામાન ન હોવાના લીઘે કેસર કેરીના પાકને ફટકો, વળતર માટે રજૂઆત - Mangoes of Gujarat

તાલાલા પંથકની આબાદી અને સમૃદ્ધિમાં જેનું અગ્રીમ યોગદાન છે, તે ગીર પંથકના અમૃતફળ કેસર કેરીના પાકને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી હોવાથી 70 ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ પામ્યો છે. તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના નાશ પામેલ પાકનું તુરંત સર્વે કરાવી ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી સાથે તાલાલા તાલુકા ભારતિય કિસાન સંઘ અને ગીર પંથકના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે.

તાલાલામાં અનુકુળ હવામાન ન હોવાના લીઘે કેસર કેરીના પાકને ફટકો, વળતર માટે રજૂઆત

author img

By

Published : Mar 19, 2021, 9:44 PM IST

  • પ્રતિકૂળ વાતાવરણ ના પગલે 70 ટકા પાક નિષ્ફળ
  • પંથકનો 70 ટકા કેસર કેરીનો પાક નાશ પામ્‍યો હોવાનો ખેડૂતોનો દાવો
  • તાકીદે સર્વે કરાવી વળતર ચુકવવાની માંગ સાથે કિસાન સંઘએ આવેદનપત્ર આપ્‍યુ

ગીર સોમનાથ: તાલાલા પંથકમાં મોટા ભાગનો વિસ્તાર કેસર કેરીના બગીચાથી પથરાયેલો હોય છે. કેસર કેરીના પાક આધારિત ખેડૂતોની સંખ્યા વધારે છે. આ ખેડૂતોને આખા વર્ષમાં એક જ વખત કેસર કેરીના પાકની આવક હોયવાથી પાક નિષ્ફળ જતા કેસર કેરીના પાક ઉપર જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતો આર્થિક નુક્સાનીને કારણે નોંધારા થઈ ગયા છે. તાલાલા મામલતદાર મારફત મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ વર્ષે કેસર કેરીના પાકની શરૂઆતમાં આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં આવરણ આપ્યું હતું. પરંતુ અનુકુળ આબોહવાના અભાવે તથા ઈયળ, મધીયો, તથા નાની જીવાતને કારણે કેસર કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાથી 70 ટકા જેટલો પાક નાશ પામ્યો છે. પરીણામે કેસર કેરીના પાક આઘારિત ખેડૂતો દયાજનક સ્‍થ‍િતિમાં મૂકાઇ ગયા છે.

ખેડૂતો દ્વારા આપવામાં આવેલું આવેદનપત્ર
ખેડૂતો દ્વારા આપવામાં આવેલું આવેદનપત્ર

પાક વિમા કવચ આપવા સરકારને કરાઈ છે અનેક રજૂઆતો

તાલાલા પંથકની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો પાક છેલ્લા 10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગના ભરડામાં આવી ગયો છે. પરીણામે અનુકુળ આબોહવાના અભાવે છેલ્લા એક દાયકાથી કેસર કેરીના પાકને ઓછા વત્તા પ્રમાણમાં નુક્સાન થાય છે. જેના કારણે આંબાની ખેતી આધારીત તાલાલા પંથકના અસંખ્ય ગામોના ખેડૂતો કેરીના આંબા કાપીને અન્ય ખેતી કરવા મજબૂર બન્‍યા છે. તાલાલા પંથકની ઓળખ કેસર કેરીના આંબાનું કટીંગ થતુ અટકાવવા અમૃતફળ કેસર કેરીને પાકવિમાનું કવચ આપવા લાંબા સમયથી માંગણી થઈ રહી છે. ચૂંટણી સમયે જાહેરસભા, ખેડુત સંમેલનો યોજાય છે. જેમાં લોકસેવક બનવા તત્પર રાજકીય અગ્રણીઓ કેસર કેરીના પાકનો પાક વિમામાં સમાવેશ કરવાના વચનો આપવા કોઈ કચાસ રાખતા નથી, પરંતુ આજદીન સુઘી આવા વચનોની અમલવારી થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.