ETV Bharat / state

વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવાનનું પ્રેરણદાયી કાર્ય - ચકલીઓ સાથે અનોખો પ્રેમ

આજે 20 માર્ચના વિશ્વ ચકલી દિવસ છે. ત્યારે, વેરાવળ તાલુકાના દેદા ગામમાં કરીયાણાની દુકાન ધરાવતા યુવાન અશ્વિન બારડ ચકલીઓ સાથે અનોખો પ્રેમ ધરાવે છે. યુવા વેપારીએ લુપ્ત થઇ રહેલી ચકલીને બચાવવાનો સરાહનીય પ્રયાસ વિશ્વ ચકલી દિવસે દાદ માંગી લે છે.

લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવાનનું પ્રેરણદાયી કાર્ય

author img

By

Published : Mar 20, 2021, 9:04 AM IST

Updated : Mar 20, 2021, 1:59 PM IST

  • આજે 20 માર્ચના વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઇ રહી છે
  • લુપ્ત થઇ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવા વેપારીની પ્રેરણદાયી પ્રવૃતી
  • અશ્વિન બારડની દુકાન પર ચકલીઓની ચિચિયારીઓ ગ્રામજનોને આકર્ષે છે

ગીર-સોમનાથ: એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી. પરંતુ, બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી, ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દીવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નકકર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે. ગીર સોમનાથ જિલ્લાના નાના એવા દેદા ગામના યુવા વેપારીએ લુપ્ત થઇ રહેલી ચકલીને બચાવવાનો સરાહનીય પ્રયાસ વિશ્વ ચકલી દીવસે દાદ માંગી લે છે.

લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવાનનું પ્રેરણદાયી કાર્ય

આ પણ વાંચો: લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા સુરતી જીયાનો અનોખો આઈડિયા...!!!!

40 જેટલા ચકલીના માળા રાખી ચકલીની રખેવાળ કરે છે

વર્તમાન સમયમાં શહેરમાંથી લુપ્ત થઇ રહેલ અને ગામડામાં પણ ભાગ્યે જ જોવા મળતી ચકલીની પ્રજાતીને બચાવવા ગીર-સોમનાથના વડામથક વેરાવળ તાલુકાના નાના એવા દેદા ગામના યુવાન વેપારીનો અનોખો ચકલી પ્રેમ જોવા મળે છે. આ યુવાન પોતાની દુકાનમાં વેપાર કરવાની સાથે સાથે 40 જેટલા ચકલીના માળા રાખી ચકલીની રખેવાળ કરતો હોવાથી ગ્રામજનો દરરોજ ચકલીના કલરવ સાંભળવા ઉમટે છે.

અશ્વીન બારડનો ચકલીઓ સાથે અનોખો પ્રેમ

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના દેદા ગામમાં કરીયાણાની દુકાન ધરાવતા યુવાન અશ્વીન બારડ ચકલીઓ સાથે અનોખો પ્રેમ ધરાવે છે. તેની દુકાનમાં ચારે તરફ ચકલીઓના માળા જોઈને આ કરીયાણાની દુકાન નહીં પરંતુ કોઇ ચકલી ધર હોય તેવું પ્રથમ નજરે લાગે છે. વાસ્તવમાં લુપ્ત થતી ચકલી પ્રત્યે અશ્વિને નાનપણથી જ ચકલી પ્રત્યે અનોખો પ્રેમ અને લગાવ જોવા મળે છે. લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે પોતાની દુકાનની અંદર અંદાજે 70 જેટલા ચકલીઓના માળા જોવા મળે છે. અહીંયા સવાર-સાંજ ચકલીઓનો કલરવ સાંભળવા મળતો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેની મજા માણે છે.

આ પણ વાંચો: ચકલી દિન નિમિતે શાળામાં બાળકોને પક્ષી પ્રત્યે જાગૃત કરાયા

ગ્રામજનો માટે ચકલીઓની ચિચિયારી આકર્ષણનું કેન્દ્ર

આ યુવાનના ચકલી પ્રેમ વિશે ગામના વયોવૃદ્ધ ભોજાબાપાએ જણાવ્યું હતું કે, શહેરોમાં ચકલીઓને જોવાનું તથા કલરવ સાંભળવાનું નહીંવત બન્યુ છે. ત્યારે, અમારા દેદા ગામમાં અશ્વીનના ચકલી પ્રેમના લીધે ચકલીઓના કલરવ સાંભળીને વાતાવરણ આનંદીત બને છે.

ચકલીઓને બચાવવાં અશ્વીન બારડની અપીલ

અત્રે નોંધનીય છે કે, શહેરમાં વધતા જતા પ્રદૂષણના લીધે ચકલીઓની પ્રજાતિના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે, નાના એવા દેદા ગામના યુવા વેપારીના લુપ્ત થઇ રહેલી ચકલીની પ્રજાતી પ્રત્યેના અનેરા પ્રેમથી લોકોમાં અભિનંદનને પાત્ર બન્યો છે. ત્યારે, આ યુવક અન્ય લોકોને પણ ચકલીને બચાવવા કટીબદ્ધ બને અને દરેક લોકો પોતાના ધરે, દુકાને ચકલીનો એક માળો તો જરૂર લગાવે તેવી અપીલ કરી હતી.

Last Updated : Mar 20, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.