- આરોપી યુવકે સોમનાથ મંદિર અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી
- પોલીસે આરોપીની હરિયાણાથી કરી હતી ધરપકડ
- આરોપી યુવક પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
આ પણ વાંચોઃ કચ્છમાં લવજેહાદ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
ગીર સોમનાથઃ હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર અંગે વિવાદિત ટિપ્પણી કરનારા વિધર્મી શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સને કોર્ટમાં રજૂ કરાયો હતો, પરંતુ ગીર સોમનાથ પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટે આ શખ્સની જામીન અરજી ફગાવી દીધી છે.
આ પણ વાંચોઃ સોમનાથમાં વિધર્મી યુવકનો વીડિયો વાયરલ થયા બાદ સોમનાથ ટ્રસ્ટે ફરિયાદ નોંધાવી
સરકારી વકીલની દલીલને ધ્યાનમાં રાખી આરોપીની જામીન અરજી ફગાવાઈ
સેશન્સ કોર્ટે આરોપી યુવકની જામીન અરજી રદ કરી હતી. સરકારી વકીલ કેતનસિંહ વાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીએ દેશ વિરોધી કૃત્ય કર્યું છે. ધાર્મિક લાગણી દુભાવવાનું અને દેશની શાંતિ ભંગ કરવાનો આરોપીએ પ્રયાસ કર્યો છે. આ ગુનામાં સજાની જોગવાઈઓને બદલે ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જોઈએ. આવી ટિપ્પણી કર્યા બાદ આરોપી ઈર્શાદ રશીદ હરિયાણા જતો રહ્યો હતો. જોકે, પોલીસે તેને ત્યાંથી પકડી પાડ્યો હતો. કોર્ટે બધી દલીલોને ધ્યાનમાં રાખી આરોપી શખ્સ ઇર્શાદ રસીદની જામીન મેળવવા અંગેની કરેલ અરજી નામંજુર કરી હતી.