ETV Bharat / state

કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં ટીબીના કેસ શોધવા અભિયાનનો પ્રારંભ

author img

By

Published : Mar 25, 2021, 9:30 AM IST

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇને ટીબીના કેસો શોધવાની કામગીરી હાથ ધરશે. જો વ્યક્તિને ટીબી માલુમ પડશે તો તેમની સારવાર વિના મુલ્યે કરવામાં આવશે અને સરકાર દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર મહિને 500 રૂપિયાની સહાય કરવામાં આવશે.

કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં ટીબીના કેસ શોધવા અભિયાનનો પ્રારંભ
કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં ટીબીના કેસ શોધવા અભિયાનનો પ્રારંભ
  • આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને તપાસ હાથ ધરશે
  • કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં અભિયાનનો પ્રારંભ
  • નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત મહિને 500ની સહાય કરાશે

ગીર સોમનાથ: જિલ્‍લાના બે તાલુકામાં ડોર ટુ ડોર તપાસ હાથ ધરી ટીબીના કેસો શોધવાના અભિયાનને જિલ્‍લા આરોગ્‍ય વિભાગના તબીબ અધિકારીઓ દ્વારા પ્રારંભ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગનું નાબૂદ કરવા આહવાન કરેલું છે. જેના ભાગરૂપે, રાજ્ય સરકારે ટીબીના રોગને મુક્ત કરવા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત મેડીકલ એક્સ-રે અને સીબીનાટ વાન (ગળાફાની તપાસ) માટે 23 માર્ચથી 8 એપ્રીલ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇને ટીબીના કેસો શોધવાની કામગીરી હાથ ધરશે. આ અભિયાનનો પ્રારંભ જિલ્લા અધિકારી ડૉ. બામરોટીયા તથા IMAના પ્રમુખ ડૉ. દીલીપ પરીખે કરાવ્યો હતો.

આ પણ વાંચો: મહીસાગરના હેલ્‍થ એન્‍ડ વેલનેસ કેન્‍દ્ર કેનપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

આરોગ્ય કર્મીઓનું ડોર ટુ ડોર સર્વે

આ અભિયાનમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક ધરની મુલાકાત લઈને ટીબી રોગના લક્ષણો જેવા કે, બે અઠવાડીયા કે વધુ સમયથી કફ સાથે ખાંસી હોવી, છાતીમાં દુ:ખાવો થવો, ઘણી વખત કફમાં લોહી આવવું, સાંજના સમયે શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો વિશે પુછપરછ કરી જાણકારી મેળવશે. જો કોઇ વ્યક્તિને ટીબી રોગના લક્ષણો જણાશે તો નજીકના સરકારી દવાખાને મોકલવામાં આવશે.

આ પણ વાંચો: નડિયાદ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પોષણ અભિયાન અંગે બેઠક યોજાઈ

સરકાર સહાય ચૂકવશે

જો વ્યક્તિને ટીબી માલુમ પડશે તો તેમની સારવાર વિના મુલ્યે કરવામાં આવશે અને સરકાર દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના (NPY) અંતર્ગત દર મહિને 500 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ સર્વે દરમિયાન, આપના આંગણે આવતા આરોગ્ય કર્મચારીને સહકાર આપવા અધિકારીઓએ અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.