ક્યાર વાવાઝોડાના કારણે એકતરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ માછીમારી કરી રહેલા માછીમારોને નજીકના બંદરોમાં આશ્રય લેવા સૂચન કર્યું છે, ત્યારે તામિલનાડુની 40થી વધુ બોટ ગુજરાતના ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ માછીમારી બંદર પર આવી હતી. 2 દિવસ બાદ જ્યારે તેઓ પાછા તામિલનાડુ જવા માંગતા હતા, ત્યારે તેઓને ખબર પડી કે મહા નામનું મહાકાય વાવાઝોડું પાછળ જ આવી રહ્યું છે. જેના કારણે તેઓ 13 દિવસથી અહીં ફસાયા છે.
ફસાયેલા માછીમારોનો ગંભીર આરોપ છે કે કેન્દ્ર સરકાર કે તમિલનાડુ સરકાર દ્વારા એક વાર પણ એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કરાયો. તેમજ તેમનું રાશન અને પાણી ખૂટી ગયા છે. ઉપરાંત ડિલ્બ પણ ખૂટવા આવ્યું છે. તેઓ ભૂખ થી ટળવળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તેમને વહેલીતકે તામિલનાડુ જવા મદદ કરવામાં આવે તેવી ઇટીવી ભારતના માધ્યમથી કેન્દ્ર સરકાર અને તામિલનાડુ રાજ્ય સરકારને મદદ માટે વિનંતી કરી છે.