એશિયાટીક સિંહો સહીત વન્યપ્રાણીઓ જોવા માટે વિશ્વભરના લોકો સાસણગીર અભ્યારણની મુલાકાત લેવા માટે આવતા હોય છે. જ્યારે વન્યજીવોનો સંવનન કાળ એવા ચોમાસાના 4 માસ ગીર અભ્યારણ ટુરીસ્ટો માટે બંધ રહે છે.
વન્યજીવો સિંહો સહીત ચોમાસામાં સંવનન કાળ હોય છે. તે સાથે જ ભારે વરસાદને લીધે રસ્તા ધોવાતા હોય, તો આ સમયે વન્યપ્રાણીઓ વધુ હીંસક બનતાં હોય છે. જેવા વિવિધ કારણો સાથે પરંપરા મુજબ આ વર્ષ પણ તારીખ 15 જુનથી આગામી 15 ઓક્ટોબર સુધી જંગલ ટુરીસ્ટો માટે બંધ રહેશે. તો આ દરમિયાન ટુરીસ્ટો માટે મીનીગીર મનાતા દેવળીયા પાર્કમાં ચાલુ વરસાદમાં પણ સિંહ દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે.