ETV Bharat / state

સોમનાથની ત્રિવેણી સંગમ નદીમાં હવે માત્ર અસ્થિ અને પીંડનું જ વિસર્જન થઈ શકશે, તીર્થ પૂરોહિતે આંદોલન કર્યું પૂર્ણ - જિલ્‍લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગીર સોમનાથમાં ત્રિવેણી સંગમ ઘાટ (Triveni Sangam Ghat) પર જાહેરનામા થકી કરવામાં આવેલા પ્રતિબંધ મામલે વિવાદ શરૂ થયો હતો. ત્યારે આજે ત્રીજા દિવસે આ વિવાદનો સકારાત્મક ઉકેલ આવ્યો હતો, જેના કારણે ઉપવાસ પર બેઠેલા તીર્થ પૂરોહિતોને આગેવાનોએ પારણાં કરાવી આંદોલન સમાપ્ત કરાવ્યું હતું.

સોમનાથની ત્રિવેણી સંગમ નદીમાં હવે માત્ર અસ્થિ અને પીંડનું જ વિસર્જન થઈ શકશે, તીર્થ પૂરોહિતે આંદોલન કર્યું પૂર્ણ

author img

By

Published : Aug 14, 2021, 9:37 AM IST

  • ગીર સોમનાથમાં જાહેરનામા થકી લગાવાયેલા પ્રતિબંધ સામે થયો હતો વિવાદ
  • જાહેરનામાના વિરોધમાં તીર્થ પૂરોહિતો ઉપવાસ પર બેઠા હતા
  • જોકે, ત્રીજા દિવસે આ વિવાદનો સકારાત્મક ઉકેલ આવતા તીર્થ પૂરોહિતોએ આંદોલન પૂર્ણ કર્યું
  • ત્ર‍િવેણી સંગમ નદીમાં પુજા સામગ્રી, માટીના વાસણો પધરાવવા તથા પ્લાસ્ટિક, રાંધેલી કે કાચી ખાદ્ય સામગ્રી સહિતનો કોઈ પણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ યથાવત રહેશે

ગીર સોમનાથઃ જિલ્લામાં ત્રિવેણી સંગમ ઘાટ (Triveni Sangam Ghat) પર જાહેરનામા થકી કરવામાં આવેલા પ્રતિબંધ મામલે વિવાદ શરૂ થયો હતો. ત્યારે આજે ત્રીજા દિવસે આ વિવાદનો સકારાત્મક ઉકેલ આવ્યો હતો, જેના કારણે ઉપવાસ પર બેઠેલા તીર્થ પૂરોહિતોને આગેવાનોએ પારણાં કરાવી આંદોલન સમાપ્ત કરાવ્યું હતું. આ વિવાદનો ઉકેલ લાવવા મામલે જિલ્‍લા કલેકટરની અઘ્‍યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં જૂનું જાહેરનામું રદ કરી નવું જાહેરનામું પ્રસિદ્ધ કરી હવેથી ત્ર‍િવેણી સંગમ નદીમાં માત્ર અને માત્ર અસ્‍થ‍િ અને પીડનું વિસર્જન કરી શકાશે. જયારે અન્‍ય પૂજા સામગ્રી-કે પુષ્‍પો સહિતની વસ્‍તુઓ કે ખાદ્ય પદાર્થો નહીં પઘરાવી શકાય તેવો નિર્ણય સર્વસંમિતિથી લેવાયો છે.

જોકે, ત્રીજા દિવસે આ વિવાદનો સકારાત્મક ઉકેલ આવતા તીર્થ પૂરોહિતોએ આંદોલન પૂર્ણ કર્યું

આ પણ વાંચો- જામનગરમાં કોંગીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય અટકાયત દરમિયાન થયા ઈજાગ્રસ્ત

તીર્થ પૂરોહિતો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી

સોમનાથ સાંનિધ્યે હિરણ, કપિલા અને સરસ્‍વતી ત્રણ નદીઓના સંગમ એવા ત્ર‍િવેણી સંગમ ઘાટ નદીમાં અસ્‍થ‍િ વિર્સજન અને પીંડદાન સહિત પૂજાસામગ્રી પધરાવવા પર પ્રતિબંઘ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેની બે દિવસ પહેલા સોમનાથ ટ્રસ્‍ટની સિક્યોરિટીએ અમલવારી કરાવતા સ્‍થાનિક તીર્થ પૂરોહિતો સાથે ઉગ્ર બોલાચાલી સાથે વિવાદ થયો હતો. આ જાહેરનામાના પ્રતિબંધના વિરોધમાં તીર્થ પૂરોહિતો પરીવારજનો સાથે ગઈકાલ સવારથી ત્ર‍િવેણી ઘાટ પર ઉપવાસ બેસી ગયા હતા. આના કારણે તંત્ર હરકતમાં આવ્યું હોવાથી તેમ ઉકેલ લાવવા મંથન કરી રહ્યું હતું, જેના ભાગરૂપે શુક્રવારે બપોરે જિલ્‍લા કલેકટર આર. જી. ગોહિલએ સોમનાથ ટ્રસ્‍ટના વિજયસિંહ ચાવડા અને સોમપૂરો તીર્થ પૂરોહિતો વતી મિલન જોષી, દુષ્‍યંત ભટ સહિતના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.

આ પણ વાંચો- નવા કૃષિ કાયદાના વિરોધમાં 15 વિપક્ષી દળોએ સંસદની વિજય ચોક સુધી પગપાળા માર્ચ યોજી

ઉપવાસી પૂરોહિતોને પારણા કરાવાયાં

જાહેરનામા મુજબ ફરમાવયેલા પ્રતિબંધ અને ત્ર‍િવેણી નદી વઘુ પ્રદૂષિત ન બને સાથે લોકો-તીર્થ પૂરોહિતોની આસ્‍થા જળવાઈ રહે તે બાબતે લાંબી ચર્ચાઓ થઇ હતી, જેના અંતે જૂનું રદ કરી નવું સુધારા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા સર્વસંમતિ થઈ હતી. આના પગલે ત્ર‍િવેણી સંગમ ઘાટ પર પ્રતિક ઉપવાસ પર બેસેલા તીર્થ પૂરોહિતોને ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, પાલિકા પ્રમુખ પીયૂષ ફોંફડી સહિતના અગ્રણીઓએ નાળિયેર પાણી પીવડાવી પારણાં કરાવ્‍યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.