ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટ અને ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રના સયુક્ત સહયોગથી સોમનાથમાં ગરીબ લોકોને બે ટાઈમ વીના મુલ્યે ગરમા ગરમ ભોજન પીરસવામાં આવે છે. સોમનાથ તીર્થમાં કોઈ ભુખ્યું ના રહે તેની કાળજી લેવાઈ રહી છે.
સોમનાથ ટ્રસ્ટ તેમજ ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રના સહયોગથી સોમનાથ પાટણમાં ઘર વીહોણાં લોકો સાધુ સંતો અને માર્ગ પર જ રહેતા જરૂરીયાત મંદોને બે ટાઈમ જે તે સ્થળે જઈ ગરમા ગરમ ભોજન પીરસવાનું શરૂ કરાયું છે. સોમનાથમાં રાજ્ય ભરમાં છેલ્લું રેલવે સ્ટેશન હોવાથી અને તીર્થધામ હોવાથી અનેક લોકો રસ્તાઓ અને ફુટપાથો પર જ દીવસ રાત વીતાવતાં જોવા મળે છે.
ત્યારે સોમનાથમાં લોકડાઉનની આ સ્થિતિમાં ટ્રસ્ટ અને ડોંગરેજી મહારાજ ટ્રસ્ટ બન્ને દ્રારા આવા જરૂરીયાત મંદોને મદદ કરવામાં આવી રહી છે. આ સાથે જ સોશિયલ ડીસ્ટન્સ જળવાય રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.