ETV Bharat / state

પવિત્ર શ્રાવણ માસને કોરોનાનું ગ્રહણ, સોમનાથમાં શ્રાવણના પ્રથમ દિવસે બહુ ઓછા યાત્રિકો, જુઓ વીડિયો

author img

By

Published : Jul 21, 2020, 7:51 AM IST

Updated : Jul 21, 2020, 11:55 AM IST

આજથી ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે સોમનાથમાં કોરોનાને કારણે નરમ માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શિવની પૂજા માટે શ્રાવણ મહિનો સૌથી શુભ અને કલ્યાણકારી ગણવામાં આવે છે.

etv bharat
etv bharat

સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આજે ભગવાન શિવના મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળશે, ત્યારે સોમનાથમાં કોરોનાને કારણે નરમ માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રીઓની કતારો ટૂંકી થઈ છે. લોકો ડરી રહ્યાં છે, છતાં ઘણા ખરા ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા મદિરે કતારો લગાવીને ઉભા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ એ જાણે કે હવે જીવનનો ભાગ બની ગયા હોય તેવા દ્રશ્યો સોમનાથમાં દેખાઇ રહ્યાં છે.

શ્રાવણ માસમાં સામાન્ય રીતે સોમનાથમાં દોઢથી 2 કિલોમીટર લાંબી કતારો લાગે છે, પરંતુ કોરોના બાદનું વિશ્વ કદાચ ફરી એટલું સામાન્ય દેખાઈ રહ્યું નથી.

  • આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ
  • ભગવાન શિવના મંદિરોમાં ભક્તિમય માહોલ
  • ગુજરાતભરના મંદિરો માટે જૂની અનલૉક 2ની ગાઇડલાઇન જ યથાવત રહેશે
  • મંદિર અને ધાર્મિક સ્થાનોમાં પણ તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનુ પાલન કરવુ પડશે
    સોમનાથમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જૂજ યાત્રીઓ

ગીર સોમનાથમાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 7:30 સોમનાથ મહાદેવના દ્વાર યાત્રિકો માટે ખુલે તેની શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યાં છે. કોરોના બાદના શ્રાવણ માસના દ્રશ્યો સામાન્ય શ્રાવણ માસથી તદ્દન વિપરીત જોવા મળી રહ્યાં છે. હજારોની સંખ્યાની અંદર યાત્રિકોનું ટોળું હર હર મહાદેવનો નાદ કરતું દેખાઇ રહ્યું નથી, પરંતુ સામાજિક અંતર જાળવીને સોમનાથ મહાદેવને રીઝવવા આવેલા યાત્રિકો આશા રાખી રહ્યાં છે કે, સોમનાથ મહાદેવ કોરોનાના સંકટમાંથી દેશ અને દુનિયાને બચાવશે.

Last Updated : Jul 21, 2020, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.