ગીર સોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હવે તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આજે વધુ કેટલાક પ્રવાસીઓનો જથ્થો સોમનાથ ખાતે કાર્યક્રમમાં સહભાગી થવા આવી પહોંચ્યો હતો. તેને કેન્દ્રના પર્યટન પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આવકાર્યા હતા.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પૂર્ણતા તરફ : 17મી એપ્રિલથી સોમનાથ ખાતે આયોજિત થયેલો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હવે તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે વધુ કેટલાક તમિલનાડુના પ્રવાસીઓએ આજે સોમનાથ ખાતે કેન્દ્રના પર્યટન પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તમિલનાડુથી આવેલા મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ પ્રવાસીઓને રેલવે સ્ટેશન પર પુષ્પ સાથે આવકારીને તેમને તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક હજાર વર્ષ પછી બે રાજ્ય સાંસ્કૃતિક ધાર્મિક અને પારિવારિક સંસ્કૃતિથી ફરી એક વખત જોડાઈ રહ્યા છે, તેને લઈને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોમનાથ મહાદેવ ફરીથી હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિનું સ્થાપન કરવામાં સૌ કોઈને આશીર્વાદ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Saurashtra Tamil Sangamam : 3600 સ્ક્રુથી આબેહૂબ મોદીનો ચહેરો ઉપસાવ્યો, સંગમ કાર્યક્રમમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર
તમિલનાડુથી આવેલા લોકો વ્યક્ત કરી ખુશી : આજે સતત છઠા દિવસે તમિલનાડુથી વિશેષ ટ્રેન મારફતે સોમનાથ પહોંચેલા મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રિયનો સાથે તેમનો પ્રતિભાવ શેર કર્યો હતો. 1000 વર્ષ પૂર્વેની જે યાદો છે તે આજે ફરી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થવા જઈ રહી છે. જેનો તેઓ પાછલા એક હજાર વર્ષથી ઈન્તેજાર કરી રહ્યા હતા તેને આજે મુકામ મળ્યો છે.
આ પણ વાંચો : ST Sangamam : સંગમ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીના જવાબથી હાસ્યનું મોજું ફરી વળ્યું
તમામ શ્રેય વડાપ્રધાનને : વધુમાં જણાવ્યું હતું કે, આજે સોમનાથની ધરતી પર પગ મુકતા જ વતનની યાદ 1000 વર્ષ પૂર્વેની ફરી એક વખત તાજા થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો સંપૂર્ણ શ્રેય કેન્દ્રની સરકાર અને વડાપ્રધાન મોદીને જાય છે. તેમના સતત વિચાર અને કાર્યથી આ પ્રકારનું કાર્યક્રમ જે સૌરાષ્ટ્રના ઈતિહાસનો સૌથી મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. તેને પરિપૂર્ણ કરવા માટે જે મહેનત રાજ્યની સરકાર કરી રહી છે. અમારું જે અદકેરો સ્વાગત થયું છે. તેને લઈને અમે ગુજરાતની આ ભૂમિના પ્રત્યેક લોકોનો ખૂબ જ આભાર પણ વ્યક્ત કરીએ છીએ.