સોમનાથ : 7મી ઓગસ્ટ 2023ના દિવસે સોમનાથ ખાતે મોરારીબાપુની એક દિવસે વિશેષ રામકથાનું આયોજન થયું છે. મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત આદેશ ટ્રસ્ટ સંસ્થા દ્વારા એક દિવસીય રામકથાનું આયોજન કરાયું છે. આ કથાની પૂર્ણાહુતિ 8 ઓગસ્ટના દિવસે તલગાજરડા ખાતે થશે. આ કથા દેશના 12 જ્યોતિર્લિંગમાં ફરશે. તેમજ કથાના શ્રોતાઓ માટે વિશેષ ટ્રેનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર આયોજન : મોરારી બાપુની રામકથાનું આયોજન આગામી 22 જુલાઈ દિવસથી શરૂ કરીને 7 ઓગસ્ટના દિવસે સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે. મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત આદેશ સેવા ટ્રસ્ટ દ્વારા આ રામકથાનું આયોજન કરાયું છે. જેમાં 22 જુલાઈના દિવસે કેદારનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તરાખંડમાં આવેલું છે, ત્યાં સવારના 8થી 11 વાગ્યા સુધી ત્રણ કલાક કથાનું પ્રથમ દિવસ નિર્ધારિત કરાયો છે, ત્યારબાદ આ કથા દેશના 12 જ્યોતિર્લિંગમાં ફરીને સોમનાથ ખાતે 7 ઓગસ્ટના દિવસે પૂર્ણાહુતિ પામશે.
વિશેષ એક દિવસીય રામકથા : રામાયણની કથાકાર દ્વારા આ પ્રકારની વિશેષ અને એક દિવસે કથાનું ઐતિહાસિક આયોજન થયું છે. પ્રથમ દિવસે કથા પૂર્ણ થયા બાદ ઋષિકેશથી કથા રેલ યાત્રા શરૂ થશે. જે 24 તારીખે વિશ્વનાથ મહાદેવ સમીપે જશે, ત્યારબાદ ક્રમશ બૈજનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર ભીમાશંકર ત્રંબકેશ્વર અને ધુણેશ્વર જ્યોતિર્લિંગમાં ત્રણ તારીખ સુધી કથા ચાલશે, ત્યારબાદ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર તેમજ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં કથાનું આયોજન કરાયું છે. જે 7મી ઓગસ્ટે સોમનાથ મહાદેવ સમીપે કથાનું સમાપન થશે.
શ્રોતાઓ માટે વિશેષ ટ્રેનની કરાઈ વ્યવસ્થા : કથા સાંભળવા માટે આવતા ભાઈ બહેનો માટે IRTC દ્વારા વિશેષ ભારત દર્શન ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે. કથાના દિવસો દરમિયાન શ્રોતાઓ આ ટ્રેનમાં સફર કરીને નિર્ધારિત સ્થળ પર પહોંચીને રામકથાનો લાહ્વો પ્રાપ્ત કરશે. આ કથાનું આયોજન પ્રત્યેક જ્યોતિર્લિંગમાં એક દિવસ ગણીને બાર જ્યોતિર્લિંગમાં 12 દિવસનું આયોજન કરાયું છે. વિશેષ કથાની યાત્રા 18 દિવસ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. જેને જ્યોતિર્લિંગ રામકથાનું નામ આપવામાં આવ્યું છે. બાર જ્યોતિર્લિંગની સાથે ભારતના મુખ્ય ચાર ધાર્મિક યાત્રાધામો ઋષિકેશ જગન્નાથપુરી, રામેશ્વર તિરુપતિ બાલાજી, દ્વારકાધીશ ધામ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાત ઓગસ્ટના દિવસે સોમનાથ ખાતે કથા પૂર્ણાહુતિ પામ્યા બાદ તલગાજરડા જઈને વિશેષ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા વિરામ પામશે.