ETV Bharat / state

સોમનાથ મંદિર ટ્રસ્ટ ભોજન-પ્રસાદી કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને વિનામૂલ્યે પહોંચાડશે - ગીર સોમનાથ લોકલ ન્યુઝ

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે. કોરોનાની મહામારીમાં સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટન્ટાઈન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન-પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન-પ્રસાદી વિનામૂલ્યે પહોંચશે કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને

author img

By

Published : Apr 29, 2021, 2:13 PM IST

Updated : Apr 29, 2021, 4:52 PM IST

  • સોમનાથ મંદિર ટ્રસ્ટીની કોરોના દર્દીઓ માટે નવી પહેલ
  • હોમ ક્વોરન્ટાઈન થયેલા લોકોને વિનામૂલ્યે પહોંચાડે છે ભોજન
  • વેરાવળમાં હોસ્પિટલ અને ઘર, ભાલકા તથા પ્રભાસપાટણના લોકોને સેવા

સોમનાથઃ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે. કોરોનાની મહામારીમાં સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટન્ટાઈન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન-પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે.

હોમ ક્વોરન્ટાઈન લોકોને વિનામૂલ્યે પહોંચાડે છે ભોજન

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી તેમજ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, વેરાવળ સોમનાથ ટ્રસ્ટના ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે ભોજન બનાવવાનું વિશાળ ભોજનાલય આવેલું છે, જ્યાં શુદ્ધ સ્વાદિષ્ટિ ભોજન તૈયાર કરવામાં આવે છે, જેને સોમનાથ ટ્રસ્ટનાં વાહનો મારફતે કોરોના દર્દીઓનાં ઘર સુધી પેકેટોમાં તૈયાર કરી ભોજન-પ્રસાદી રૂપે વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે. સોમનાથ ખાતે આ સેવામાં ટ્રસ્ટના દિનેશભાઇ મારૂ, જિતુપુરી ગોસ્વામીબાપુ, ગટુસિંહ, ભીખુભાઇ મયૂરભાઇ સહિત 6થી વધુ લોકોનો સ્ટાફ રોકાયેલો રહે છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન-પ્રસાદી વિનામૂલ્યે પહોંચશે કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન-પ્રસાદી વિનામૂલ્યે પહોંચશે કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં રાત્રે 7.30 વાગ્યે બજાર બંધ કરવા પોલીસની અપીલ

વેરાવળમાં હોસ્પિટલ અને ઘર, ભાલકા તથા પ્રભાસપાટણના લોકોને સેવા

વેરાવળ હોસ્પિટલ, વેરાવળ શહેર, ભાલકા, પાટણ હોમ ક્વોરન્ટાઈન ઘર, લીલાવંતી કેર સેન્ટર ખાતે સેવા પહોંચાડવામાં આવે છે. મંદિર તરફથી લગ્ન સુવિધા મળે છે, જે સરકારી ગાઇડલાઇન્સ મુજબ 50 લોકોને માન્યતા અપાય છે, જે માટે 50 પાસ લગ્ન કરવા ઇચ્છુકને મળે છે, જેમાં વર કન્યાનો પણ સમાવેશ થઇ જાય છે. મંગળવારે સરકારની ગાઇડલાઇન્સ મુજબ એક લગ્ન યોજાયા હતા.

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બન્યો ઘાતક, ઓક્સિજનની અછત સર્જાતા તંત્રમાં દોડધામ

ભોજનમાં પીરસાતી વસ્તુઓ

કોરોના દર્દીઓ અને તેના પરિજનોને ભોજનમાં સવારે 2 શાક, રોટલી, સલાડ, દાળ-ભાત, કઠોળ તેમજ સાંજના સમયે પરોઠા, શાક, કઢી તેમજ ખીચડી તૈયાર કરવામાં આવે છે. સવારના ભોજનમાં સોમનાથ પ્રસાદીના લાડુના પેકેટનું પણ વિતરણ કરવામા આવે છે.

Last Updated : Apr 29, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.