- સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં 70 જેટલા દિવ્યાંગ બાળકોનું પૂજન
- મહાદેવના અભિષેક, પૂજન અર્ચન સાથે બીમાર, અનાથ, દિવ્યાંગ બાળકો ની શિવભક્તી
- શિવરાત્રીએ વેરાવળની સંસ્થામાં રહેતા દિવ્યાંગ અનાથ બાળકોએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી
ગીર સોમનાથ: વેરાવળમાં જૂનાગઢ રોડ ઉપર ડારી ટોલ નાકા પાસે આવેલા સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોએ મહાશિવરાત્રીના ધાર્મિક તહેવાર પૂર્વે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: ઉત્તરાયણના પર્વે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગૌપૂજન કરાયું
સેવાભાવી સંસ્થાએ કર્યું આયોજન
અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થા એવી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા મહાશિવરાત્રીના ધાર્મિક દિવસોમાં સંસ્થાના 70 જેટલા અનાથ દિવ્યાંગ બાળકોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પૂજામાં જુનાગઢના બિલખા રોડ પર આવેલી સંસ્થા તથા તેમની બીજી શાખા વેરાવળ નજીકના ડારી ટોલ નાકા પાસે આવેલી સંસ્થાના મળી કુલ 70 અનાથ દિવ્યાંગ બાળકોએ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. આ પૂજા અર્ચનામાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર સહપરિવાર તેમજ સંસ્થાના સ્ટાફ સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવની વર્ષ 2021ની પ્રથમ આરતી
સોમનાથ મંદિર ટ્રસ્ટનો સહયોગ
આ કાર્યમાં સોમનાથ ટ્રસ્ટ તેમજ સ્ટાફ પરીવારે સહકાર આપીને વ્યવસ્થા કરેલી અને મહાશિવરાત્રી જેવા પવિત્ર દિવસોમાં અનાથ દિવ્યાંગ બાળકોએ દર્શન અને પૂજા કરીને દાદાના આશીર્વાદ લઇને ધન્યતા અનુભવી હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.