ગીર સોમનાથઃ ગીર જંગલમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા અવિતર વરસાદને કારણે શિંગોડા ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે ડેમની સપાટીનું પાણી વધતા નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે શિંગોડા નદી પર આવેલા શિંગોડા ડેમ 70 ટકા ભરાઈ જતા પૂર્ણ સપાટીએ ભરાતા/રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
કોડિનાર તાલુકાના છાછર, દુદાણા, ધાંટવડ, ગોવિંદપરા(ભંડારીયા), કોડીનાર, મુળદરકા, નાનીઈંચવડ, રોણાજ, સુગલા, ચૌહાણની ખાણ, ગીરગઢડા તાલુકાના જામવાળા, કંસારીયા ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ન કરવા ફલ્ડ સેલ સિંચાઈ વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.