ETV Bharat / state

પાણીના ભાવે કેસર કેરી, બોક્સના રૂપિયા 20થી 150 - gir somnath local news

કુદરતી મીઠાશ અને પૌષ્ટિક અમૃત ફળ ગણાતી સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના પાકને તૌકતે વાવાઝોડાએ ખેદાન-મેદાન કરી નાખ્યો છે. આ પહેલાં સતત પખવાડિયા સુધી કમોસમી વરસાદથી પાકને આંશિક નુકસાન થયું હતું.

બોક્સનો ભાવ 20થી 150 રૂપિયાએ પહોંચ્યો
બોક્સનો ભાવ 20થી 150 રૂપિયાએ પહોંચ્યો
author img

By

Published : May 23, 2021, 12:29 PM IST

  • તૌકતે વાવાઝોડાએ ગીર પંથકમાં કેસર કેરીનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો
  • તાલાલા મેંગો યાર્ડમાં ચાર દિવસમાં દોઢ લાખ બોક્સ હરાજી માટે આવ્યા
  • કેસર કેરીનો ભાવ ગગડી ગયો

ગીર સોમનાથ: કુદરતી મીઠાશ અને પૌષ્ટિક અમૃત ફળ ગણાતી સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના પાકને તૌકતે વાવાઝોડાએ ખેદાન-મેદાન કરી નાખ્યો છે. આ પહેલાં સતત પખવાડિયા સુધી કમોસમી વરસાદથી પાકને આંશિક નુકસાન થયું હતું. ત્યાં તો તાઉ-તે વાવાઝોડાની આફતે કેરી પકડવતા ખેડૂતો પર એવી થપાટ મારી કે એકસાથે બે વર્ષ નિષ્ફળ જાય એવી સ્થિતિ લાવી દીધી છે. સૌરાષ્ટ્રમાં 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે, આથી 60 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું હોવાથી કેરીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

હજારો આંબા જમીનથી ઊખડી ગયા

100થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભારે વરસાદ વરસતાં આંબાઓ મૂળિયાંમાંથી જ ઊખડી ગયા છે. ખેડૂતોને કેસર કેરી ઉપરાંત અન્ય ઉનાળુ પાકોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગીર-ગઢડા તાલુકાના અંકોલવાડીના ખેડૂત રાજુભાઈ પાનેલિયા જણાવ્યું હતું કે મોટું નુકસાન છે, આની અસર આવતા વર્ષે પણ ભોગવવાનો વારો આવશે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હજારો આંબા તો જમીનથી ઊખડી જ ગયા છે.

આ પણ વાંચો: વંથલી પંથકના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

વિનાશક પવનમાં આંબાની ડાળીઓ પણ તૂટી પડી છે

મોટા ભાગના આંબાની ડાળીઓ વાવાઝોડાના વિનાશક પવનની ઝપેટમાં ચીરાઈને તૂટી ગઈ છે. આવું નુકસાન ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયું છે. જૂનાગઢ ઉપરાંત વિસાવદર, મેંદરડા, માળિયાહાટીના, વંથલી પંથકમાં પણ કેરીનું વ્યાપક ઉત્પાદન થાય છે. અહીં અગાઉ વારંવાર કમોસમી વરસાદ વરસતો રહ્યો હતો અને હવે વાવાઝોડાએ દાટ વાળી દીધો છે. જૂનાગઢથી જાણવા મળ્યા મુજબ, વર્ષમાં કેસર કેરીનો પાક એક જ વાર લેવાય છે અને એ સીઝન ટાણે જ વાવાઝોડું આવતાં કેરીનો સોથ વળી ગયો છે.

પાણીના ભાવે કેસર કેરી, બોક્સના રૂપિયા 20થી 150

નાળિયેરી અને કેળનાં વૃક્ષોને વ્યાપક નુકસાન

કેરી ઉપરાંત દરિયાકાંઠે આવેલી નારિયેળીના વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. કેળાંનાં વૃક્ષોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું જાણવા મળ્યું છે. જ્યારે આ સમયમાં વવાતા અડદ, મગ, તલ, બાજરા સહિતના પાકને પણ નુકસાન થયું છે. ખેડૂતોએ વ્યાપક નુકસાનને પગલે તાકીદે સર્વે કરીને સરકાર સહાય આપે એવી માગણી ખેડૂતોએ કરી છે. ગીર-સોમનાથ, વિસાવદર, જૂનાગઢ, માળિયાહાટીના, અમરેલી પંથકમાં વધુ નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો: સાસણ-તાલાલા ગીર પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન

વાવાઝોડાને કારણે આંબામાંથી મોટા ભાગની કેરી ખરી પડી

કેરીના વેરી બનીને ત્રાટકેલા વાવાઝોડાએ તલાલા પંથકમાં 13,827 હેક્ટર જમીનમાં પથરાયેલા આશરે 15 લાખથી વધુ આંબાનાં વૃક્ષોને ઝપેટમાં લીધા હતા અને અનેક આંબામાં કેરીઓ ખરી પડી તો ક્યાંક આખા આંબા જ ઊખડી ગયા હતા. આશરે 60 કરોડની કેરીને નુકસાન થયાના તલાલાથી જાણવા મળ્યું છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી હરસુખ જારસણીયાના જણાવ્યા મુજબ યાર્ડ માં વાવાઝોડા બાદ ખરી પડેલી કેરી ના અંદાજે દોઢેક લાખ બોક્સ ની આવક થઈ છે અને કેસર કેરી નો ભાવ પણ તળિયે પહોંચી ગયો છે.

700 થી 800ના બોક્સના ભાવ 20થી 150 સુધી આવી ગયા

યાર્ડ માં કોઈ લેવલ નથી. યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, કેરીના બોક્સ હરાજી વગર પડ્યા રહ્યા અને બીજા દિવસે હરાજી કરવી પડી હતી. ખેડૂતોને કેરીના ખાલી બોક્સના ભાવ પણ મળતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.