ETV Bharat / state

ધારાસભ્ય મોહન વાળાએ અંબુજા સિમેન્ટ કંપનીના પ્રદુષણ મુદ્દે વિધાનસભામાં કર્યા સવાલ - કુવાના પાણી અને પાક પર ભારે અસર

ધારાસભામાં કોડીનારની અંબુજા સિમેન્ટ કંપનીના કારણે ખેડૂતોના કુવાના પાણી અને પાક પર ભારે અસર થઈ હોવાનો કોડીનારના ધારાસભ્ય મોહન વાળાએ સનસની ખેજ આરોપ લગાવ્યો છે. આ બાબતે GPCBના અધિકારીએ સ્વીકાર્યું છે કે, સિમેન્ટ કંપની નજીકા આવેલા કુવાના પાણીનો રંગ બદલ્યો છે.

ધારાસભ્ય મોહન વાળાએ અંબુજા સિમેન્ટ કંપનીના પ્રદુષણ મુદ્દે વિધાનસભામાં કર્યા સવાલ

author img

By

Published : Apr 1, 2021, 2:11 PM IST

  • ધારાસભ્ય મોહન વાળાએ અંબુજા સિમેન્ટ કંપનીના પ્રદુષણ મુદ્દે વિધાનસભામા સવાલ કર્યા
  • કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની નજીકના કુવાના પાણીનો રંગ બદલાયો
  • કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપની ફરી એક વખત વિવાદમાં સપડાય

કોડીનાર: ધારાસભ્ય મોહન વાળાએ વિધાનસભામાં કોડીનારની અંબુજા સિમેન્ટ કંપનીના કારણે ખેડૂતોના કુવાના પાણી અને પાક પર ભારે અસર થઈ હોવાનો સનસની ખેજ આરોપ લગાવ્યો છે. અંબુજા સિમેન્ટ કંપનીમાં કોલસાના પરિવહનના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં કોલસાની ભૂકીથી પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. ત્યારે, અંબુજા સિમેન્ટ કંપનીના નજીકના ખેડૂતોની વાડીના કુવાના પાણી પણ પ્રદુષિત થયા છે. કુવાના પાણી લાલ કલરના બનતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવા, ગંભીર પ્રદૂષણ મામલે અનેક ફરિયાદ ઉઠી છે છતાં, જવાબદાર તંત્ર નક્કર કાર્યવાહી કરતું ના હોવાનો પણ આક્ષેપ વિધાનસભાના ફ્લોર પર ધારાસભ્ય મોહન વાળાએ લગાવ્યો છે.

ધારાસભ્ય મોહન વાળાએ અંબુજા સિમેન્ટ કંપનીના પ્રદુષણ મુદ્દે વિધાનસભામાં કર્યા સવાલ

આ પણ વાંચો: અંબુજા સિમેન્ટ કંપનીમાં કામ કરતા 30થી વધુ કામદારો ઉતર્યા આંદોલન પર

સિમેન્ટ કંપનીના કારણે કુવાના પાણીનો રંગ બદલ્યા

કોડીનારના ધારાસભ્ય મોહન ભાઈ વાળાએ વિધાનસભામા અંબુજા કંપનીનો મુદ્દો ઉઠવ્યા બાદ, કુંભકર્ણ નિંદ્રામાંથી GPCB જાગ્યું હોય તેમ તાબડ તોબ અંબુજા સિમેન્ટ કંપની પહોંચ્યા હતા અને કંપનીની આસપાસની જમીન અને કુવાના પાણીના નમૂના લીધા હતા. GPCBના અધિકારીએ સ્વીકાર્યું છે કે, સિમેન્ટ કંપની નજીકા આવેલા કુવાના પાણીનો રંગ બદલ્યો છે.

આ પણ વાંચો: ગીર-સોમનાથ: જિલ્લા કલેક્ટરે ઔદ્યોગિક એકમોને શરૂ કરવા મંજૂરી આપી

ફોર્મલિટી માટે જ તપાસ થઈ રહી છે

કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની દ્વારા લેવાતો કોલસો અને કેમિકલને લયને ભૂતકાળમાં પણ અનેક વખત ફરિયાદો ઉઠી હતી. પરંતુ, દર વખતે સબ સલામત હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે, ફરી એક વખત હરકતમાં આવેલું GPCB મહાકાય અંબુજા સિમેન્ટ કંપની વિરુદ્ધ પગલાં ભરે કે કેમ, કે પછી ફરી એક વાર સબ સલામતનો દાવો કરે તે જોવું રહ્યું. જો કે, ખેડૂતોનું કહેવું છે કે માત્ર ફોર્મલિટી માટે જ તપાસ થઈ રહી છે. પણ ક્યારેય, હકીકત બહાર આવતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.