ગીર સોમનાથમાં વિદેશથી આવેલા 261 પ્રવાસીઓનું હોમ કોરોન્ટાઈન પુર્ણ - ગીર સોમનાથ ન્યૂઝ
ગીર સોમનાથમાં વિદેશથી આવેલા 261 પ્રવાસીઓનું હોમ ક્વોરનટાઈન પુર્ણ થતા આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર આવ્યા છે. અન્ય રાજ્ય જિલ્લામાંથી આવેલા 19875 પ્રવાસીઓમાંથી 17546 પ્રવાસીઓનું પણ હોમ કોરોન્ટાઈન પુર્ણ થયું છે.
ગીર સોમનાથઃ જિલ્લામાં વિદેશથી આવેલા 261 પ્રવાસીઓનું હોમ ક્વોરનટાઈન પુર્ણ થતા આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર આવ્યા છે. અન્ય રાજ્ય જિલ્લામાંથી આવેલા 19875 પ્રવાસીઓમાંથી 17546 પ્રવાસીઓનું પણ હોમ કોરોન્ટાઈન પુર્ણ થયું છે.
કોરોના વાઈરસને લીધે ચાલતાં લોકડાઉનનું ગીર સોમનાથમાં સંપુર્ણપણે પાલન થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લામા કોરોના વાઈરસ ન ફેલાય તે માટે આરોગ્ય શાખાની ટીમ દ્રારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્રારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં વિદેશથી આવેલા 261 પ્રવાસીઓએ હોમ કોરોન્ટાઈન પુર્ણ કરેલ છે. અન્ય રાજ્ય જિલ્લામાંથી આવેલા 19875 પ્રવાસીઓમાંથી 17546 પ્રવાસીઓએ હોમ કોરોન્ટાઈન પુર્ણ કરેલ છે. હાલમાં આ પ્રવાસીઓને સેલ્ફ ક્વોરનટાઈનમાં રાખવામાં આવેલા છે. તેમજ શંકાસ્પદ બે લોકોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં છે.