ETV Bharat / state

ગીર-સોમનાથ પોલીસ દ્વારા શેલ્ટર હોમમાં રહેલા બાળકોને કપડાં અને રમકડાં આપવામાં આવ્યા

ગીર સોમનાથ જિલ્લામાં શેલ્ટર હોમમાં રખાયેલા પરપ્રાંતિય શ્રમિકોના બાળકોને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને પોલીસ ફોર્સ દ્વારા રમકડાં અને નવા કપડાં આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. બાળકોમાં ખુશીઓનો પુનઃસંચાર કરવા માટે ગીરસોમનાથ પોલીસે અનોખી પહેલ કરી હતી.

police help to shelter home
ગીરસોમનાથ પોલીસ દ્વારા શેલ્ટર હોમમાં રહેલા બાળકોને કપડાં અને રમકડાં આપવામાં આવ્યા
author img

By

Published : Apr 16, 2020, 8:47 PM IST

ગીર સોમનાથ: કોરોના વાઇરસે વિશ્વને પોતના ભરડામાં લીધું છે, ત્યારે આપણા દેશમાં વડાપ્રધાન દ્વારા લોકડાઉન આપવામાં આવેલું છે. જેના કારણે રાજ્યભરમાં કામ માટે આવેલ પરપ્રાંતિય શ્રમિકો અને તેમના બાળકોને તંત્ર દ્વારા અલગ અલગ શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા હતા. પણ જ્યારે લોકડાઉનની અવધિ વધારાઈ છે ત્યારે આ પરપ્રાંતિય શ્રમિકો અને તેમના પરિવાર પોતાના વતન જવા માટે વિહવળ બન્યા હતા. ત્યારે ગીર સોમનાથ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા તેમના બાળકોની વિહવળતા દૂર કરવા માટે તેમને નવા કપડાં અને રમકડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

police help to shelter home
ગીરસોમનાથ પોલીસ દ્વારા શેલ્ટર હોમમાં રહેલા બાળકોને કપડાં અને રમકડાં આપવામાં આવ્યા

આ ઉપરાંત ગીર સોમનાથ ફિશરીસ કોલેજમાં શેલ્ટર હોમમાં રખાયેલ પરપ્રાંતિય પરિવારોને પોલીસ તંત્ર દ્વારા ભોજન અને તમામ બાકીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવા માટે અને બાળકોનું મન પરોવાઈ રહે તેના માટે કપડાં અને રમકડાં આપવામાં આવ્યા હતા. બાળકોમાં ઉત્સાહનો સંચાર કરવા માટે પોલીસે ઉમદા કામગીરી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.