ETV Bharat / state

ગીર સોમનાથના સૂત્રાપાડામાં 30 એપ્રિલ સુધી આંશિક લૉકડાઉન

સમગ્ર દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સૂત્રાપાડા શહેરમાં સ્વૈચ્છીક લૉકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા પાલિકાના હોદ્દેદારો, પોલીસ અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ એક બેઠક યોજી હતી, જેમાં લૉકડાઉન અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથના સૂત્રાપાડામાં 30 એપ્રિલ સુધી આંશિક લૉકડાઉન
ગીર સોમનાથના સૂત્રાપાડામાં 30 એપ્રિલ સુધી આંશિક લૉકડાઉન
author img

By

Published : Apr 12, 2021, 8:52 AM IST

  • ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
  • જિલ્લામાં નવા રેકોર્ડબ્રેક 20 કેસ નોંધાયા
  • કોરોનાના કેસ વધતા હોદ્દેદારોએ યોજી બેઠક
  • બેઠકમાં સૂત્રાપાડામાં સ્વૈચ્છીક લૉકડાઉનનો નિર્ણય કરાયો

ગીર સોમનાથઃ કોરોના મહામારીની બીજી લહેરમાં જિલ્લામાં કોરોનાનો કેસ દિન-પ્રતિદિન વઘી રહ્યા છે ત્‍યારે જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે, જેમાં વેરાવળમાં 16, કોડીનારમાં 2, ઊનામાં 2 નોંધાયા છે. રવિવારે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયું નથી. જ્યારે રાહતની વાત એ છે કે, કોરોનાના 9 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત

રવિવારે જિલ્લામાં 4,717 લોકોને કોરોનાની રસી અપાઈ

એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1,02,607 લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે રવિવારે વધુ 4,717 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઈ ચૂક્યું છે.

જિલ્લામાં નવા રેકોર્ડબ્રેક 20 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ સ્વૈચ્છીક બંધ પાળવા બદલ વલસાડ કલેક્ટરે વેપારીઓ-નગરજનોનો આભાર પ્રગટ કર્યો

સૂત્રાપાડામાં સર્વાનુમતે લોકડાઉનનો નિર્ણય કરાયો

કોરોનાના વધતા કેસના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્વયંભૂ લૉકડાઉન કરી રહ્યા છે. હવે ગીર સોમનાથના સૂત્રાપાડા શહેરમાં પણ સર્વાનુમતે સ્વૈચ્છીક લૉકડાઉન કરવામાં આવશે. લૉકડાઉન અંગે રવિવારે પાલિકાના હોદેદારો, પોલીસ અધિકારી, ચેમ્‍બર ઓફ કોમર્સના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ અંગે પાલિકાના પ્રતિનિધિ દિલીપ જસાભાઈ બારડે જણાવ્યું હતું કે, કોરોનાનો કહેર સૂત્રાપાડા શહેર અને પંથકમાં વઘી રહ્યો હોવાથી અનેક ગામડાઓમાં સ્વયંભૂ લૉકડાઉન કરાયું છે. સૂત્રાપાડા શહેરમાં પણ કેસો વધી રહ્યા હોવાની પરિસ્‍થ‍િતિ અંગે તમામ વેપારી-સામાજિક આગેવાનો સાથે ચર્ચાઓ કરી સર્વાનુમતે શહેરમાં 30 એપ્ર‍િલ સુઘી આંશિક લૉકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે.

લોકોને જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ

આ પણ વાંચોઃ લુણાવાડામાં વેપારીઓએ સ્વૈચ્છીક બજારો બંધ રાખવાનો કર્યો નિર્ણય

આ સમયાગાળા દરમિયાન શહેરમાં સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી ગામમાં તમામ દુકાનો ખૂલી રાખી શકાશે. ત્‍યારબાદ ગામમાં તમામ દુકાનો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. લૉકડાઉનના સમયગાળા દરમિયાન મેડિકલ સ્‍ટોર ખૂલ્‍લા રહેશે અને લોકોને જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે તંત્રએ કાયદેસરની દંડકીય કાર્યવાહી પણ કરે તેવું નક્કી કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.