- ઉનાના વાંસોજ ગામ પાસે ઓરડીમાં અચાનક દીપડો ઘુસી ગયો
- શ્રમિક પાણી વાળવાની મોટર ચાલુ કરવા ગયોને દીપડા પર ધ્યાન ગયું
- શ્રમિકે દીપડાને જોઇ દોટ મૂકી અને નાળિયેરી પર ચડી ગયો
ગીર-સોમનાથ : ઉનાના વાંસોજ ગામ પાસે આવેલા નાંલિયા માંડવી ગામની સીમની વાડીમાં રહેલી ઓરડીમાં અચાનક દીપડો ઘુસી ગયો હતો. વાડીમાં કામ કરતા શ્રમિક ઓરડીમાં મોટર ચાલૂ કરવા ગયા ત્યારે દીપડો ઓરડીમાં લપાઇને બેઠો જોઇ જતાં તાત્કાલિક બહાર દોડી ગયા હતા.
આ પણ વાંચો : રાજકોટની આસપાસના ગામોમાં દીપડા દેખાયો હોવાની ઘટના સામે આવી
શ્રમિકે વનવિભાગને જાણ કરતાં ટીમ સ્થળ પર દોડી ગઇ
શ્રમિકે વનવિભાગને જાણ કરતાં ટીમે સ્થળ પર દોડી ગઇ હતી. દીપડાનું રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પુર્યો હતો. વાંસોજ ગામના નાજા કાના કામળિયા કામ કરતા હતા. તેઓ બપોરના એક વાગ્યાની આસપાસ પાણી વાળવા ઓરડીમાં ઇલેક્ટ્રિક મોટરની સ્વીચ ચાલૂ કરવા અંદર ગયા ત્યારે દીપડા પર ધ્યાન ગયું હતું.
આ પણ વાંચો : બારડોલીના તાજપોરમાં એક સાથે 4 દીપડા દેખાતા ગ્રામજનોમાં ફફડાટ
દીપડો ઓરડીમાં લપાઇને બેઠો હતો
નાજા કાના કામળિયાએ જણાવ્યું હતું કે, વાડીમાં પાણી વાળવા માટે ઓરડીમાં મોટરની સ્વીચ ચાલુ કરવા ગયો હતો. ત્યારે દીપડો ઓરડીમાં લપાઇને બેઠો હતો. તેને જોઇ મેં દોટ મૂકી અને નાળિયેરી પર ચડી ગયો અને આજુબાજુ વાડી વિસ્તારમાં રહેલા યુવાનોને ફોન કરી બોલાવ્યા હતા.