ETV Bharat / state

ગીર સોમનાથમાં શાળા શરૂ થયાના પ્રથમ દિવસે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી - વેરાવળ

કોરોના કાળના આશરે એકાદ વર્ષ સુધી બંધ રહેલી માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે. ધોરણ 6થી 8માં ગીર-સોમનાથ જિલ્લામાં 55 હજાર જેટલા વિધાર્થીઓની સામે પ્રથમ દિવસે ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને કોવીડ-૧9 ના નિયમો મુજબ તપાસ બાદ કુમકુમ તીલક કરી આવકારવામાં આવ્યા હતા.

ગીર સોમનાથમાં શાળા શરૂ થયાના પ્રથમ દિવસે ધો. 6થી 8ના વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી

author img

By

Published : Feb 19, 2021, 10:07 AM IST

  • ગીર સોમનાથમાં શાળાના વર્ગખંડો બાળકોના ક્લિક્લિાટથી ગુંજી ઉઠ્યા
  • ધોરણ 6 થી 8 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ, પ્રથમ દિવસે 80 ટકા વિદ્યાર્થીઓની હાજરી
  • કોરોના ગાઈડલાઈનના પાલન સાથે તમામ શાળાો ફરી ધમધમતી શરૂ થઈ

ગીર સોમનાથઃ લાંબા સમય બાદ શરૂ થયેલા શૈક્ષણિક કાર્યથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે. હવે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ ઉત્સાહથી શાળાએ આવી રહ્યા છે. ગીર સોમનાથમાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા હતા.

55 હજારમાંથી 40 હજાર વિદ્યાર્થીઓ રહ્યા હાજર

ગીર-સોમનાથ જિલ્લામાં 554 જેટલી સરકારી તથા 307 જેટલી ખાનગી શાળાઓ મળી કુલ 961 જેટલી શાળાઓમાં અભ્યાસ શરૂ થયો છે, જેમાં જિલ્લાના 55,422 વિદ્યાર્થીઓની સામે પ્રથમ દિવસે 40.067 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગીર સોમનાથમાં શાળાના વર્ગખંડો બાળકોના ક્લિક્લિાટથી ગુંજી ઉઠ્યા

ગીર સોમનાથમાં મહિનાઓથી સૂના રહેલા શાળાના વર્ગખંડો બાળકોના ક્લિક્લિાટથી ગુંજી ઊઠ્યા

શિક્ષકોએ વિદ્યાર્થીઓને આવકાર્યા

વેરાવળ તાલુકાના તાતીવેલા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એમ.કે. વાજાએ કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરેશ પપાણિયા, ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના ખીમજી પરમાર, સી.આર.સી. કો.ઓર્ડીનેટર સંદીપ સોલંકી સહિતના લોકો હાજર રહ્યા હતા. શાળામાં આવતા તમામ બાળકોનું ટેમ્પેચર માપી તેમને સેનિટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ બાળકોનું મો પણ મીઠું કરાવવામાં આવ્યું હતું.

શાળાના વર્ગખંડો બાળકોના ક્લિક્લિાટથી ગુંજી ઊઠ્યા

કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર પ્રત્યક્ષ શિક્ષણ ઓફલાઈન શિક્ષણ માટે અગાઉ ધોરણ 9થી 12 અને કોલેજ શરૂ કર્યા બાદ ગુરુવારથી રાજ્યભરની પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવતા મહિનાઓથી સુના પડેલા વર્ગખંડો બાળકોના કલબલાટથી ગુંજી ઉઠ્યા હતા.

વાલીઓની સંમતિ બાદ વિદ્યાર્થીઓ શાળાએ આવતા પ્રથમ દિવસે 80 ટકા હાજરી
વાલીઓની સંમતિ લઇ શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સરેરાશ 80 ટકા ઉપર પ્રથમ દિવસે હાજર જોવા મળી હતી. શાળાઓમાં પ્રવેશનાર વિદ્યાર્થીઓનું આવકારતા સ્વાગત કરાયું હતું અને આગામી દિવસોમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ વધશે તેવી શક્યતા કેળવણીકાર, આચાર્યો, શિક્ષકોએ વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.