ગીર સોમનાથ : ગીર ગઢડા નજીક ગેરકાયદે લાયન શો થઈ રહ્યો હોવાની વન વિભાગને ગુપ્ત માહિતી મળી હતી. જેને આધારે વનવિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે આવા પ્રકારની કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ થઇ રહી છે કે કેમ. ત્યારે આ ગુપ્ત માહિતી સાચી પડી હોવાના ખબર મળ્યાં છે. જેમાં ગીર ગઢડા વિસ્તારના બાબરીયા રેન્જના ધ્રુબક વિસ્તારમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ થતી સામે આવી છે.
કુખ્યાત ઇલિયાસ અહેમદ ફરી પકડાયો : બાબરીયા રેન્જના ધ્રુબક વિસ્તારમાં મરેલી મરઘીની લાલચ આપીને ગેરકાયદેસર લાયન શો કરાવતા કુખ્યાત ઇલિયાસ અહેમદ અને તેનીના સાથે શાઝીદ અલ્તાફની આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવી છે. ગીર ગઢડા બાબરીયા રેન્જના વનવિભાગે ઇલિયાસ અહેમદ અને તેના સાથીદાર શાઝીદ અલ્તાફ પકડી પાડીને ફરી એક વખત ગેરકાયદે લાયન શોનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો ગીરના જંગલમાં ગેરકાયદેસર લાયન શૉનો વીડિયો વાઇરલ, વન વિભાગ આરોપી સુધી પહોંચ્યું
ફરી એક વખત થયો ગેરકાયદે લાયન શો : પાછલા કેટલાક વર્ષોથી ગીર ગઢડા વિસ્તાર ગેરકાયદે સિંહ દર્શન પ્રવૃત્તિને લઈને ખાસ્સો ચર્ચામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ ગીર ગઢડા તાલુકાના બાબરીયા રેન્જના ધ્રુબક વિસ્તારમાં ગેરકાયદે રીતે થઈ રહેલા લાયન શો અંગે વન વિભાગને સચોટ અને ગુપ્ત માહિતી મળી હતી. જેમાં કરવામાં આવેલા સર્ચ દરમિયાન બે વર્ષ બાદ ફરી એક વખત ગીર ગઢડા વિસ્તારની બાબરીયા રેન્જમાંથી ગેરકાયદે સિંહ દર્શનના કિસ્સાનો પર્દાફાશ થયો છે. પોલીસે ગેરકાયદેસર લાઇન શો માટે ઇલિયાસ અહેમદ અને શાહિદ અલ્તાફને પકડી પાડીને કોર્ટમાં રજૂ કરતા કોટે તેને ચાર દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે
આ પણ વાંચો લાયન શો કરતા તત્વોએ સિંહ પાછળ કાર દોડાવી, વીડિયો વાઇરલ
ઇલિયાસ અહેમદ રિમાન્ડ પર મોકલાયો : ગીર ગઢડા વિસ્તારમાં આવેલા આંબાવાડીયાના ખેતરોમાં ગેરકાયદેસર સિંહ દર્શન માટે આ વિસ્તારમાં કુખ્યાત બનેલો ઇલિયાસ અહેમદ ફરી એક વખત વન વિભાગના હાથે ઝડપાઈ ગયો છે. વર્ષ 2018 માં પણ આ જ પ્રકારે સિહોને મરેલી મરઘીની લાલચ આપીને આ વિસ્તારમાં આવતા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવીને આર્થિક રીતે ફાયદો મેળવતાં પકડાયો હતો. બે વર્ષ બાદ જેલની સજા પૂર્ણ કરીને પરત આવેલો કુખ્યાત ઇલિયાસ અહેમદ ફરી એક વખત આ જ પ્રકારે ગેરકાયદે લાયન શો કરતા ફરી પકડાયો છે. ઇલિયાસ અહેમદને ચાર દિવસના વન વિભાગના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે.