જૂનાગઢ: સોમનાથ મંદિર વાવાઝોડા અને ભૂકંપ સામે મક્કમતાથી કરે છે. પ્રતિકાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર તમામ પ્રકારની કુદરતી આફતો સામે મક્કમતાથી પ્રતિકાર કરી શકે તે માટે તેનો વિશેષ રીતે નિર્માણ કરાયું છે. સોમનાથ મંદિરને શિવના પાંચ પ્રકારો પૈકી શિલ્પ શાસ્ત્ર માં જે વિગતો વર્ણવવામાં આવી છે. તે મુજબ વૃષભ ગીરીકુટ કૈલાશ અમર મહેન્દ્ર જેવા પાંચ તત્વ માંથી કૈલાશ અને મેરુ પ્રસાદ ના સ્વરૂપોને એકત્રિત કરીને એક નવું સ્વરૂપ કૈલાશ મહામૈરુ પ્રસાદ ના નામે નિર્માણ અને પ્રસ્થાપિત કરાયું છે.
મક્કમતાથી ઉભેલું: જેમાં જે તે સમયે પ્રભાશંકર સોમપુરા સમગ્ર મંદિરના નિર્માણ કાર્યપર દેખરેખ રાખીને મંદિરનું નિર્માણ કરાવ્યું છે. મંદિરનું નિર્માણ કલા સ્થાપત્ય શાસ્ત્ર અને વિજ્ઞાનના સમન્વયથી બનાવવામાં આવ્યું છે. જે ત્રણ ચરણોમાં સંપન્ન કરાયું છે. પ્રથમ ચરણમાં ગર્ભ ગૃહ બીજા ચરણમાં શિખર અને અગ્રભાગે સભામંડપ તેમજ ત્રીજા ચરણમાં નૃત્ય મંડપનુ નિર્માણ કરાયું છે. ભૂકંપ અને ચક્રાવાત સામે આજે પણ સુરક્ષિતવર્ષ 2002 માં આવેલો ગુજરાતનો અતિ ભયાનક ભૂકંપ સામે પણ સોમનાથ મહાદેવ મંદિર પરિષદ બિલકુલ મક્કમતાથી ઉભેલું જોવા મળ્યું હતું.
સૌથી મોટું દરિયાઈ વાવાઝોડું: સમગ્ર ગુજરાતમાં ભયાવહ તારાજી સર્જી હતી. પ્રભાસ પાટણ ક્ષેત્રમાં પણ કે જ્યાં સોમનાથ મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે તે વિસ્તારમાં પણ અનેક મકાનોમાં નુકસાન થયું હતું. પરંતુ સોમનાથ મહાદેવ મંદિરમાં વાળ જેટલી પણ તિરાડો પડેલી જોવા મળતી ન હતી જે મંદિરના આધુનિક ઢબે કરવામાં આવેલા બાંધકામનો પુરાવો આપે છે. 1982 ના હોનારતમાં પણ સુરક્ષિતવર્ષ 1982માં સૌરાષ્ટ્રનું પાછલા વર્ષોનું સૌથી મોટું દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું હતું.
અડીખમ ઉભેલુ: જેને કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી આવા સમયે પ્રભાસ પાટણમાં અનેક મકાનો ધરાસાઈ થયા હતા. 500 કરતાં વધારે લોકોના મોત થયા હતા. આવા પ્રચંડ વાવાઝોડાની સામે પણ સોમનાથ મહાદેવ મંદિર ત્યારે પણ બિલકુલ મક્કમતાથી ટક્કર જીલીને અડીખમ ઉભેલું જોવા મળ્યુ હતુ. ત્યારે સંભવિત બિપરજોય વાવાઝોડાના ખતરાની સામે પણ આજે સોમનાથ મહાદેવ અને સમગ્ર મંદિર પરિષદ બિલકુલ મક્કમતાથી ઉભેલા જોવા મળશે.