ETV Bharat / state

ઉનાના ચાંચકવાડ ગામે નજીવી બાબતે ભત્રીજાએ કાકા અને પિતરાઇની કરી હત્યા - ગીર સોમનાથમાં ગુનાખોરી

ઉનાના ચાંચકવાડ ગામે નજીવી બાબતમાં ભત્રીજાએ કાકા અને પીતરાઇની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં રસ્‍તા ખેડી નાંખવાના મનદુ:ખમાં ભત્રીજાએ આ અમાનવીય કૃત્ય આચર્યું હતું.

ઉનાના ચાંચકવાડ ગામે નજીવી બાબતે  ભત્રીજાએ કાકા અને પિતરાઇની કરી હત્યા

author img

By

Published : Apr 30, 2021, 10:32 PM IST

ગીર સોમનાથના ઉનામાં ડબલ મર્ડર ની ઘટના

ભત્રીજાએ કરી કાકા અને પિત્રાઈની હત્યા

પોલીસે તપાસ શરૂ કરી

ગીર સોમનાથ: ઉના તાલુકાના ચાંચકવાડ ગામે સમીસાંજે ડબલ મર્ડરની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં ભત્રીજાએ તેના સગા કાકા અને તેના પિતરાઇ ભાઇની ગુપ્‍તીના ઘા ઝીંકી હત્‍યા નિપજાવી નાંખી છે. ડબલ હત્‍યા પાછળ ખેતરમાંથી રસ્‍તા કાઢવાના મનદુ:ખનું કારણ હોવાની ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે. આ ઘટનાના પગલે પોલીસ અઘિકારીઓ સ્‍ટાફ સાથે ચાંચકવાડ ગામે પહોચી તપાસ હાથ ધરી છે.

હાલ આરોપી ભત્રીજાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ડબલ મર્ડરની ઘટનાના પગલે પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

શું હતી સમગ્ર ઘટના?

ઉના પંથકમાં થયેલી ડબલ મર્ડરની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર આજે સાંજના સાડા છ આસપાસ તાલુકાના ચાંચકવાડ ગામ પાસે આવેલા હનુમાનજીના સુપ્રસિદ્ધ તપોવન મંદિર નજીક એકાએક લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં ભત્રીજા ધર્મેશ કેશુભાઇ રાણાવાયાને તેના સગા કાકા મેર પ્રતાપભાઇ રાજશીભાઇ રાણાવાયા, પિતરાઈ ભાઇ મેર ભરત પ્રતાપભાઇ રાણાવાયા સાથે ખેતરમાંથી પસાર થતા રસ્‍તાના ખેડાણ બાબતે બોલાચાલી શરૂ થઇ હતી અને જોત જોતામાં ઉશ્‍કેરાટમાં આવીને ભત્રીજા ઘર્મેશ ગુપ્‍તી વડે કાકા અને પીતરાઇ ભાઇ પર તુટી પડી અસંખ્‍ય ઘા મારી દીઘા હતા. જેથી ગંભીર ઇજાગ્રસ્‍ત પિતા-પુત્રને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ઉના હોસ્‍પીટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે બન્‍ને મૃત જાહેર કરી રસ્‍તામાં મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.