1951 પહેલાના સોમનાથ મંદીર વીશે અનેક માન્યતાઓ છે જેમાં 16 વખત સોમનાથ મંદીરને તોડી પડાયું હતું તો સમયાંત્તરે મંદીર ફરી બન્યું અને આજે દેશની આસ્થા અને અખંડતાના સાક્ષી રૂપે ભવ્ય મંદીર આપણી સમક્ષ ઊભું છે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારની પ્રસાદ સ્કીમ હેઠળ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર જે 15 કરોડના ખર્ચથી બન્યું છે. જેમાં એક અદ્યતન વીશાળ મ્યુઝિયમ બની રહ્યું છે હાલ તેમાં થોડા અવશેષો મુકાયા છે પરંતુ આવનારા સમયમાં તેમાં તમામ મુર્તીઓ તેમજ તેમની માહીતી ઈતીહાસ સાથે લાઈટીંગ સહીતનું મ્યુઝીયમ ખુલ્લું મુકાશે.