- ગીર સોમનાથના તાલાલામાં આડાસબંધમાં યુવકની કરપીણ હત્યા
- પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો
- પર સ્ત્રી સાથે આડા સંબધો હત્યાનું કારણ
ગીરસોમનાથ: તાલાલા નજીકના જેપુર ગામે હસમુખ કામળીયા અને તેમનો પરિવાર રહે છે. હસમુખ કામળીયાની પત્નીને પોતાના જ દુરના મામાના દિકરા સાથે અતુલ સાથે આડા સંબંધ હોવાથી હસમુખે તેની હત્યા કરી હતી.
હસમુખે અતુલનું બાઈક રોકાવી તેના પર છરી વડે ટુટી પડ્યો
હસમુખ કામળીયાને પોતાના દુરના મામાનો દીકરા અતુલ કેશવાલા સાથે આ બાબતે બોલાચાલી અને મનદુખ પણ હતું કે, અતુલને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોય તેવી આશંકા હતી. હસમુખે પોતાની પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડ સોફ્ટવેર રાખેલુ હતું. જેનાથી પત્ની અજાણ હતી. હસમુખે થોડા દીવસોના કોલ રકોર્ડ જોતા અતુલ સાથે પોતાની પત્નીની વાતો સાંભળી પોતે કાળજાળ બન્યો હતો અને અતુલને રહેંસી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. રાત્રે અતુલ સાંજના 7 વાગ્યે પોતા ગામ જેપુર જતો હોવાથી ગલીયાવડ નજીક હીરણ નદીના કીનારા પર હસમુખે અતુલનું બાઈક રોકાવી તેના પર છરી વડે ટુટી પડ્યો હતો. અંદીજીત 17 થી 18 છરીના ઘા મારી અતુલને યમધામ પહોચાડી હસમુખ પોતાના ગામ જતો રહ્યો હતો.
મોબાઈલે એક વ્યક્તિને યમધામ તો એકને જેલમાં પહોચાડ્યાં
મોડા સાંજે 7 વાગ્યાની આ ઘટનાની પોલીસને જાણ થતાં તાલાલા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પીએમ માટે મોકલીને અતુલના સગા સંબંધીઓ પરીવારોના નીવેદનો લેતાં શંકાની સોય હસમુખ તરફ ફરી હતી. હસમુખને પોલીસે કલાકોની ગણતરીમાં ઝડપી લઈ આકરી પૂછપરછ કરતાં હસમુખ પોપટ બની અને આખી વીતક ઘટના પોલીસ પાસે કબુલી હતી. આમ એક આડા સંબંધ અને મોબાઈલ રેકોર્ડીગે હસમુખને જેલમાં જ્યારે અતુલને યમધામ પહોચાડ્યો હતો.