ETV Bharat / state

ઉનામાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનના વળતરની 1,000થી વધુ અરજી પેન્ડિંગ - ભેદભાવની નીતિ

ગીર સોમનાથ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે. ત્યારે વાવાઝોડાના 22 દિવસ પછી પણ દરિયાઈ પટ્ટીના 34થી વધુ ગામોને ચૂકવાતી સહાયની રકમ અંગે ભેદભાવની નીતિ અપનાવતી હોય તેવું જાણવા મળ્યું છે. આ સાથે જ તાલુકા પંચાયતના ઈન્ચાર્જ ટીડીઓ પાસે આયોજનના અભાવે 1,000 કરતા વધુ અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે, જેના પરિણામે લોકોને કચેરીના ધક્કા ખાવા પડે છે.

ઉનામાં તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનના વળતરની 1,000થી વધુ અરજી પેન્ડિંગ

author img

By

Published : Jun 11, 2021, 1:52 PM IST

  • ઉના ટીડીઓ પાસે સહાયની 1,000 અરજી પેન્ડિંગ, લોકોને ધક્કા
  • ગ્રાન્ટ ફાળવાતી ન હોવાથી 2,000 કરતા વધુ પરિવારો સહાયથી વંચિત
  • ઈન્ચાર્જ ટીડીઓ પાસે આયોજન જ ન હોવાનો સૂર ઉઠ્યો

ગીર સોમનાથઃ ઉના ટીડીઓ કચેરીમાં મકાનમાં થયેલા નુકસાનની સહાયની મોટાભાગની અરજીઓનો સરવે થઈ ગયો છે. કેટલીક અરજીનો સરવે કરવાનું બાકી છે. આ ઉપરાંત જેતે ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોની મિલકતોનો સરવે કરવા ટીમો ગઈ ન હોવાથી એવા ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની નુકસાનીનો સરવે કરવાની અરજી લઈ તાલુકા પંચાયતમાં આવે છે. એ સ્વીકારવામાં આવતી ન હોવાથી અસરગ્રસ્તોને દરેક વિભાગની કચેરીમાં ભટકવું પડે છે.

ગ્રાન્ટ ફાળવાતી ન હોવાથી 2,000 કરતા વધુ પરિવારો સહાયથી વંચિત

આ પણ વાંચો- ગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ

2,000થી વધુ પરિવારો સહાયથી વંચિત

પંચાયત કચેરીના સૂત્રોમાંથી એવી હકીકત બહાર આવી રહી છે કે, ગીર સોમનાથ સિવાયના બીજા જિલ્લામાં 7 દિવસની કેશડોલ સહાય ચૂકવી દીધી છે. ઉના તાલુકામાં પ્રથમ કેટલાક ગામડાઓમાં 7 દિવસના ચૂકવણા પેટે 5,000 કરતાં વધુ પરિવારોને 80 લાખ રૂપિયા કરતા વધુ રકમ ચૂકવાઈ હતી ત્યારબાદ જિલ્લાકક્ષાના અધિકારીઓની તમામ અસરગ્રસ્ત કાંઠાળ વિસ્તારના ગામોને 7 દિવસનું ચૂકવણું કરવા સુચન કર્યું હતું. તે રકમ અંદાજે 5 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. એ આપવા ઉના તાલુકા પંચાયતે 27 મેએ ડેપ્યુટી ડીડીઓને દરખાસ્ત કરી હતી પણ જિલ્લા કક્ષાએથી માત્ર 1.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા દરેક ગામોને 3 દિવસનું કેશડોલ ચૂકવણું કરાયું હતું, જેમાં ભારે વિવાદ ઉઠ્યો છે. એવામાં મકાનની નુકસાનીની 1,000 કરતા વધુ અરજી કચેરીમાં પેન્ડિંગ છે. જિલ્લા કક્ષાએથી ગ્રાન્ટ ફાળવાતી ન હોવાના કારણે હાલમાં 2,000 કરતા વધુ પરિવારો સહાયથી વંચિત છે અને તાલુકા કક્ષાએ ઇન્ચાર્જ ટીડીઓ પાસે કોઇ આયોજન ન હોવાથી હાલ અરજીનો નિકાલ થયો ન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- મહીસાગરમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત 86 મકાનને 22.20 લાખ રૂપિયાની સહાય

ટીડીઓનું વર્તન વિવાદસ્પદ

ઉના-ગીરગઢડા તાલુકા પંચાયતમાં ઈન્ચાર્જ ટીડીઓની કામગીરી ઘણા સમયથી વિવાદાસ્પદ રહી છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અસરગ્રસ્ત વિસ્તારોના કામોની રજૂઆતો કરતા હોય તો તેને સાંભળતા નથી તેવું લાગી રહ્યું છે અને અરજદારની સહાયની અરજીઓ પણ સ્વીકાર્યા બાદ તેનો નિકાલ કરતા નથી. નાયબ કલેક્ટર અસરગ્રસ્ત વિસ્તારની સમસ્યા માટે કચેરીએ બોલાવતા હોય છે તો પણ તેને પણ જવાબ આપતા નથી. તેઓ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને તાલુકા પંચાયત પ્રમુખની વાતના પણ આંખ આંડા કાન કરતા હોવાથી જનતાના કામો ટલ્લે ચઢી ગયા છે. આથી તેમની સામે રોષ ઉઠી રહ્યો છે.

જિલ્લા પાસે ગ્રાન્ટ છે : ભાવેશભાઇ ઉપાધ્યાય

ઉના તાલુકામાં ગ્રાન્ટના અભાવે અસરગ્રસ્તોને સહાય ચૂકવાતી ન હોવા અંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભાવેશ ઉપાધ્યાયે જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું કે, કેટલાક ગામોમાં રાજકીય પક્ષાપક્ષીના કારણે અસરગ્રસ્તોને સહાય ચૂકવાઈ નથી અને તેના ફોર્મ સરવે થયેલા પડ્યા હોવાથી તો ગ્રાન્ટ ફાળવવામાં આવે. બાદમાં ટીડીઓને આ બાબતે જિલ્લા કક્ષાએ વાત કરવા જણાવતા તેમણે પ્રોટોકોલનો હવાલો આપી વાતને ટાળી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.