ગીર સોમનાથ: વેરાવળ રેલવે સ્ટેશન પર નકલી રેલવે વિઝિલન્સ ઓફિસર ચેંકીંગ કરવા તેમજ નકલી કાર્ડનો બતાવી રોફ જમાવા અને મોબાઈલ ચોરી કરવા બદલ રેલવે પોલીસે શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આ આધેડ શખ્સ જેનું નામ ગીરીશ શર્મા છે તે માનસીક બીમાર હોવાનું બહાર આવ્યું હતું.
ગત તા. 6 જૂનના રોજ વેરાવળ રેલવે રિઝર્વેશન ઓફીસમાં ચેકીંગ માટે ગીરીશ શર્મા પોતે વિઝિલન્સ ઓફિસર છે, તેવું જણાવ્યું હતું, ત્યાર બાદ પાણી આપો તેમ કહી નજર ચુકવી મોબાઈલ ચોરીને આ આધેડ કારમાં ફરાર થયો હતા. આ કાર તેને જામનગર ખાતેથી ભાડે કરી હતી. જે ગોંડલ પાસે ડ્રાઈવરને હોટેલ પાસે રોકાવી અને પોતે કાર લઈ ત્યાંથી નાસી છુટ્યા હતો. આ સાથે પોતે નકલી અધિકારી બનીને લોકોના મોબાઈલ ચોરી લેતો હતો. હતા આ બનાવ બાદ વેરાવળ બાયપાસ પાસેથી કાર સાથે આરોપી ગીરીશ શર્માની ધરપકડ કરીને વેરાવળ રેલવે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ગીરીશ શર્મા રેલવેનો રિટાયર્ડ અધિકારી છે. જ્યારે ડાયાબીટીસ બ્લડ પ્રેસરની બીમારી પીડાઈ રહેલો ગીરીશ પોતે હજૂ પણ રેલવે વિઝિલન્સ અધિકારી જ છે, હાલ પણ તેવું માને છે. આ સાથે પોલીસે તેને ખોટી રીતે સંડોવી દીધાનું જણાવ્યું હતું. ગીરીશ મુંબઈ સેન્ટ્રલ રેલવેમાં નોકરી કરતા હોય જ્યાંથી તેમના રાજકોટ બદલી થયાનું જણાવે છે. પોલીસે હાલ આ આધેડ એવા ગીરીશ શર્માની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.