કોડિનાર તાલુકાના એભલવડ ગામે રાત્રીના સમયે દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. દીપડાએ અહીં જાહુબેન ખાસિયા નામના વૃદ્ધ પર હુમલો કરી ઉઠાવીને જંગલમાં ખેંચી લઈ ગયો હતો. જ્યાં આ મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી.
આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ આ મહિલાની શોધખોળ આદરી હતી. બાદમાં જંગલની ઝાડીઓમાંથી આ વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી માનવ ભક્ષી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.