ગીર સોમનાથઃ ગીરની કેસર કેરીની જાહેર હરાજી( mango market talala gir) શરૂ થઈ છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક અઠવાડિયા બાદ શરૂ થયેલી જાહેર હરાજીમાં પ્રથમ દિવસે પ્રથમ બોક્સની હરાજી ગૌશાળાના લાભાર્થે કરવામાં( Kesar Mango Auction 2022)આવી હતી. પ્રતિ 10 કિલો બોક્સની પ્રથમ બોલી 16000 રૂપિયામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લગાવીને કેસર કેરીની વર્ષ 2022ના હરાજીનો શુભારંભ કરાવ્યો હતો.
આ પણ વાંચોઃ Heat Wave precaution : તડકામાં ફરો છો તો પાકી કરતા કાચી કેરી ખાવાનું રહસ્ય સમજો
કેરીના ભાવમાં વધારો - ગત વર્ષે પ્રથમ દિવસે કેરીની જાહેર હરાજીમાં 5500 બોક્સની આવક (Mango auction at Talala APMC)થઇ હતી. ગત વર્ષે નીચામાં 350 અને ઊંચામાં 750 રૂપિયા જેટલા પ્રતિ 10 કિલો( kesar mango auction) કેરીના ભાવો બોલાયા હતા જેમાં આ વખતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે પ્રથમ દિવસે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 5500 બોક્સની આવક થઈ હતી. પ્રથમ દિવસે 3000ની આસપાસ કેરીના બોક્સની આવક થઈ રહી છે.
આ પણ વાંચોઃ Kesar Mango auction Start in Junagadh : ફળોની રાણી કેસર કેરીની હરાજી ક્યાં થશે શરૂ, કેવા રહેશે બજારભાવો જાણો
કેરીની આવક આ વર્ષે મર્યાદિત - આ વર્ષે પહેલા દિવસે 2000 બોક્સનો ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ ગત વર્ષે પ્રતિ 10 કિલો કેરીના બજારભાવો કેજે નીચામાં 350 હતા અને ઊંચામાં 750 હતા તેમાં આ વર્ષે 500 રૂપિયાનો વધારો થતો જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના બોક્સના નીચામાં 800 અને ઊંચામાં 1600 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો જે ભાવની દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીએ ખૂબ સારા માની શકાય છે. પરંતુ ઉત્પાદનને લઈને કેરીની આવક આ વર્ષે ખૂબ મર્યાદિત રહેશે તેવું ચિંતાજનક વાતાવરણ પણ આજના પ્રથમ દિવસની હરાજી બાદ સામે આવી રહ્યું છે.