ETV Bharat / state

કેજરીવાલે કર્યા સોમનાથ દર્શન, લઠ્ઠાકાંડ વિશે પુછતા કહ્યું- "અહિયા રાજનીતિની વાત નહીં" - Botad Lathakand Case

અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત (Arvind Kejriwal visit Gujarat)આવ્યા છે. આજે વહેલી સવારે તેમણે સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને અભિષેક કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડને(Latta kand in Gujarat) લઈને કેજરીવાલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધર્મસ્થાનો પરથી રાજકીય નિવેદન કરવું યોગ્ય નહીં ગણાય હું ભાવનગર મુલાકાતે જઈશ અને ત્યારબાદ લઠ્ઠાકાંડને લઈને ખુલીને વાતચીત કરીશ.

કેજરીવાલ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ભાવનગર પહોંચશે

author img

By

Published : Jul 26, 2022, 12:46 PM IST

સોમનાથઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે બે દિવસથી સોમનાથની (Arvind Kejriwal visit Gujarat)મુલાકાતે હતા. આજે વહેલી સવારે તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ અગ્રણી નેતાઓ સાથે મહાદેવની પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડને (Lattakand in Gujarat) લઈને અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધર્મસ્થાનો પરથી રાજકીય નિવેદન કરવું યથાયોગ્ય નહીં ગણાય હું ભાવનગર મુલાકાતે જઈશ અને ત્યારબાદ પત્રકારો સાથે લઠ્ઠાકાંડને લઈને ખુલીને વાતચીત કરીશ.

અરવિંદ કેજરીવાલ સોમનાથ મુલાકાત

આ પણ વાંચોઃ સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ

કેજરીવાલે લઠ્ઠાકાંડને લઈને વ્યક્ત કરી ચિંતા - કેજરીવાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત રાજ્યના તમામ અગ્રણી નેતાઓને કાર્યકર્તાઓ સાથે સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને અભિષેક કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. માધ્યમો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આજની તેમની મુલાકાત માત્ર ધાર્મિક છે. આજે તેમણે મહાદેવ સમક્ષ સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ થાય અને રાષ્ટ્ર ઉન્નતીના નવા શિખરો સર કરે તે અંગેની પ્રાર્થના કરી હતી. વધુમાં ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને પણ( Botad Lathakand Case)અરવિંદ કેજરીવાલે ખૂબ ચિંતા વ્યક્ત કરી છે. મૃતકના પરિવાર પ્રત્યે સાત્વના પાઠવીને સોમનાથ મહાદેવ પ્રત્યેક મૃતક વ્યક્તિના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીને આજની તેમની સોમનાથની ધાર્મિક મુલાકાત પૂર્ણ કરી હતી.

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડ બન્યો રૌદ્ર : ગુજરાતને હચમચાવી દેનાર ઝેરી દારૂની ઘટના, 28ના મોત સાથે કેમિકલની આશંકા

ધર્મસ્થાનો પર રાજકીય વાત કરવી યોગ્ય નહીં - આજે સોમનાથ આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરી વાલે બરવાળા લઠ્ઠા કાંડને લઈને માધ્યમો દ્વારા પૂછવામાં આવેલા સવાલોનો જવાબ આપતા જણાવ્યું હતું કે ધાર્મિક સ્થાનો પર રાજકીય વાતો કરવી યથાયોગ્ય નહીં ગણાય. હું આજે મહાદેવના દર્શન કરવા માટે આવ્યો છું. અહીંથી રાજકોટ અને ત્યારબાદ ભાવનગર જવાનો છું. રાજકોટ અને ભાવનગરના( Kejriwal visit Rajkot) માધ્યમો સાથે હું લઠ્ઠાકાંડને લઈને વિગતવાર તમામ સવાલોના જવાબ આપીશ પરંતુ જે પ્રકારે ગુજરાતમાં ઘણા વર્ષો પછી લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટના સર્જાય છે તેને લઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. સરકારની દારૂબંધીને લઈને કડક અમલવારી થાય તેવી તેમનો પક્ષ ઈચ્છા રાખી રહ્યો છે પરંતુ જે દુર્ઘટના ઘટી છે તે ખૂબ જ દુઃખદાયક અને પીડા આપનારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.