ગીર સોમનાથઃ સોમનાથમાં થયેલા ભારે વરસાદને કારણે ટ્રેક્ટર અને કાર ડૂબી જાય તેટલા પાણીમાં નેશનલ હાઈવેનો પાણીનો ગરકાવ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને સમગ્ર રાજ્ય સાથે જોડતો જેતપુર સોમનાથ હાઇવે પાણીમાં ગરકાવ થયો છે.
કલાકો સુધી નદીના પૂરના પાણી હાઈવે પર ફરી વળ્યા હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી કે, સ્થાનિક તંત્રના કોઇ પણ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. ત્યારે સમગ્ર પાણીમાં ડૂબેલા હાઈવે પર જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોણ સ્વીકારશે?
સોમવારથી રાતથી જ ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઇ હતી. ત્યારે ગીર જંગલની મધ્યમાં પણ ભારે વરસાદને કારણે મોટાભાગની નદીઓની અંદર પૂર આવ્યા છે, તો સાથે જ નદીઓના પૂર સોમનાથને સમગ્ર રાજ્ય સાથે જોડતા જેતપુર સોમનાથ હાઇવે પર ફરી વળતા હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. જેતપુર સોમનાથ હાઇવે એક તરફથી સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને હાઈવેની બીજી તરફ પણ પાણીમાં ગરકાવ થવાની સંભાવના છે.
શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય દેશ-વિદેશના યાત્રિકો સોમનાથ દર્શને આવતા હોય છે. જ્યારે હાઈવે સમગ્ર પાણીમાં ડૂબી આપવા છતાં પણ એક પણ જવાબદાર કર્મચારી કે અધિકારી હાઈવેની આ સમસ્યાને દૂર કરવા માટે હાજર નથી, ત્યારે સોમનાથ આવતા અજાણ્યા વાહન ચાલક સંપૂર્ણ પાણીમાં ડૂબેલા હાઈવેને કારણે કોઈ અકસ્માતની ભેટે તો અધિકારીઓ એકબીજા પર દોષારોપણ કર્યા સિવાય કશુ કરી શકશે નહીં.
આ પણ વાંચો - શ્રાવણ માસના વરસાદમાં છલકાયેલી ગટરનું પાણી મંદિરમાં ઘૂસ્યું
ગીર સોમનાથઃ વહેલી સવારથી જ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરંતુ વેરાવળના તપેશ્વર રોડ વિસ્તારમાં આવેલા તપેશ્વર મહાદેવના મંદિરમાં ગટરના પાણી ઘૂસી જતા લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ હતી. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસની અંદર લોકો મહાદેવને દૂધ કે પાણીનો અભિષેક કરતાં હોય છે. પરંતુ દુર્ભાગ્યવશ તપેશ્વર મંદિરમાં વરસાદને કારણે ગટરનું છલકાયેલું પાણી શિવલિંગ સુધી પહોંચ્યું હતું. ત્યારે મંદિરની અંદર ગટરનું પાણી પ્રવેશેલું જોઈ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ દુઃખી થયા હતા. લોકોનું કહેવું છે કે, નગરપાલિકા દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ.