ગીર સોમનાથઃ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં એક જ વિસ્તારમાં 3 પોઝિટિવ કેસ આવતા મંગલમ સોસાયટી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકી તે વિસ્તાના લોકોના આરોગ્યની તપાસણી શરૂ કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં કોવિડ-19 સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
મંગલમ સોસાયટીમાં બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેઇન્મેન્ટ, બફરઝોન, હાઇરીસ્ક ઝોનમાં આવતા 70 ઘરોના 801 લોકોની આરોગ્યની ટીમ અને આશાવર્કરની-5 ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે.
જેમાં 43 લોકો 50 વર્ષની ઉંમરના અને 5 વર્ષ સુધીના ૫૨ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જોકે સોસાયટીમાં તમામ ઘરોના બધા જ લોકોની તપાસ કર્યા બાદ પણ કોઇ શંકાસ્પદ દર્દી જણાયો ન હતો.