- વિશ્વની મોટ મરીન લેબોરેટરી અને યુથ ઓસીન કન્ઝર્વેશન સંસ્થા વેરાવળના પ્રોફેસર ડો.પરેશ પોરિયા સાથે જોડાઈ
- ગુજરાતના દરિયાકાંઠાની જીવસૃષ્ટિ પર થશે વિશેષ સંશોધન
- દરિયાઈ જીવ સૃષ્ટિ પર સંશોધન માટે અમેરિકા ની સંસ્થા દ્વારા એવોર્ડ
ગીર સોમનાથ: ભારતનો દરિયા કિનારો આશરે 1,24,000 કિ.મી. લાંબો છે. જેમાં ગુજરાતનો આશરે 1,660 કિ.મી. દરીયા કિનારો સૈાથી લાંબો માનવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 900 કિ.મી. લંબાઈ ધરાવે છે. ત્યારે ગુજરાત માટે અત્યંત આનંદના સમાચાર એ છે કે, વિશ્વની નાંમાંકીત મરીન લેબ અને દરિયાઇજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ગુજરાતના દરિયા કાંઠા પર દરિયાઇ જીવના સંરક્ષણ માટે કામ કરવા આગળ આવી છે. અને તેનો મોટો શ્રેય ગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર ડૉ. પરેશ પોરીયાને ફાળે જાય છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાંં લેન્ડ ગ્રેબિંગના આરોપીની આગોતરા જામીન અરજી વેરાવળ કોર્ટે ફગાવી
દરિયાઇ જીવસૃષ્ટી પર સંશોઘન કાર્ય કરી રહેલા નવયુવાન ડો.પરેશ પોરીયાના સંશોઘન કાર્યથી પ્રભાવિત
વિશ્વમાં દરિયાઇ જીવ વિજ્ઞાન સરંક્ષણ અને સંશોઘન ક્ષેત્રે ખુબજ કાર્યરત અને વિશ્વ પ્રસિઘ્ઘ છે એવી અમેરિકાના ફ્લોરીડા સ્થિત મોટ મરીન લેબોરેટરી અને યુથ ઓસીન કન્ઝર્વેશન સમીટ દ્વારા ડો.પરેશ પોરીયા ને ગ્રાન્ટ એવોર્ડ આપી તેની સાથે ગુજરાતના દરિયાકાંઠા પર દરિયાઇ જીવસૃષ્ટી પર વિશેષ સંશોઘન માટેનો નિર્ણય લીઘો છે. ગીર સોમનાથ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સીપાલ ડો.સ્મીતા છગ ના જણાવ્યા પ્રમાણે પ્રો. ડૉ.પરેશ પોરીયાની આ અલભ્ય સિદ્ધી છે કારણ કે, આ પ્રકારની સ્કોલરશીપ હાંસલ કરનારા રાજ્ય જ નહીં પણ દેશના તેઓ પ્રથમ પ્રોફેસર છે.
આ પણ વાંચો: ગીર સોમનાથના વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું
સંશોધનના નવા અવકાશ માટે પ્રો. ડૉ. પરેશ પોરિયા કટિબદ્ધ
નાની ઉંમરે પોતાના સંશોઘન કાર્યથી અલભ્ય સિઘ્ઘી હાંસલ કરી ગુજરાતનું ગૈારવ વઘારતા વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના પ્રોફેસર ડૉ. પરેશ પોરીયાએ પોતાને મળેલ સિઘ્ઘી માટે તમામના સહિયારા સહકારની ફલશ્રુતી હોવાનું જણાવી આગામી સમયમાં વિશ્વની ટોચની મરીન લેબ અને સંસ્થા સાથે કામ કરી ગુજરાતના દરિયા કાંઠાની જીવસૃષ્ટી પર વિશેષ સંશોઘન માટે પોતે કટીબદ્ધ છે.
અનેક દરિયાઇ જીવ એવા છે કે જેના પર સંશોઘનથી ભવિષ્યમાં માનવજીવ માટે દવાઓ મળી શકે
ડો.પરેશ પોરીયાના જણાવ્યા મુજબ દેશ અને રાજય ઐાઘોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે દરિયાઇ જીવ સૃષ્ટી અને જૈવ સંપદાનું સંરક્ષણ અને સંવર્ઘન પણ અત્યંત જરૂરી છે. ખાસ કરીને જૈવ વિવિઘતાસભર સૈારાષ્ટ્રમાં જોવા મળતા અનેક દરિયાઇ જીવ એવા છે કે, જેના પર સંશોઘનથી ભવિષ્યમાં માનવજીવ માટે દવાઓ અને ખોરાકના નવા સ્ત્રોત મળી શકે છે.
ગુજરાતના દરિયા કાંઠે સંશોધનની ઊજળી તક
વિશ્વના 3 ગલ્ફ પૈકીના 2 ગલ્ફ ગુજરાત પાસે છે. 1 ગલ્ફ ઓફ ખંભાત અને બીજો ગલ્ફ ઓફ કચ્છ છે. ત્યારે કુદરતી સંપદાઓથી સભર ગુજરાત સૈારાષ્ટ્રમાં વિશ્વની ટોચની સંસ્થાઓના સંશોઘન માટેના અભિગમથી આગામી સમયમાં દરિયાઇ જીવસૃષ્ટી પર નોંઘપાત્ર સંશોઘન સાથે વિશેષ સિદ્ધીની ઉજળી તકો વર્તાઇ રહી છે. નોંઘપાત્ર છે કે, સમુદ્ર કિનારે જેમ-જેમ ઉદ્યોગો વધુને વધુ સંખ્યામાં સ્થપાતા જાય તેમ-તેમ વસ્તી પણ વધતી જાય છે. યુનેસ્કોના અહેવાલ મુજબ ઈ.સ. 2025 સુધીમાં સમગ્ર વિશ્વની 50 ટકા વસ્તી દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતી હશે.