ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોમાં 65 વર્ષથી વધુ ઉંમરના તેમજ 10 વર્ષથી નીચેની ઉંમરનાને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે મંદિરમાં પ્રવેશથી બહાર નીકળવા સુધી ક્યાંય કોઈ ભાવિકોએ કોઈ વસ્તુ સ્પર્શ કરવાની નથી. તે સાથે માસ્ક, સેનેટાઈઝર અને થર્મલ ચેકીંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મેળવી શકાશે.
સોમનાથ મંદિરમાં દર્શન માટે શું છે અલગ વ્યવસ્થા, જુઓ જનરલ મેનેજર સાથે ETV Bharatની ખાસ વાતચીત - સેનેટાઈઝ
કોરોના વાઇરસની મહામારીને લઇને તારીખ 19 માર્ચથી પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું. આજે સોમવારે 82 દીવસ બાદ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું છે. જેમાં તારીખ 12 સુધી ગીર સોમનાથ જિલ્લાના ભાવિકો દર્શન કરી શકશે. ત્યારબાદ તારીખ 12 જુનથી સોમનાથ ઓ.આર.જી વેબસાઈટ પર સ્લોટ બૂકીંગ કર્યા બાદ જ જિલ્લા બહારના ભાવિકો દર્શન કરી શકશે.
ગીર સોમનાથ