ગીર સોમનાથ: આજના સમયમાં લોકો ભગવાનના નામે લૂંટ આદરી છે. પૈસા પડાવવા માટે નવા-નવા પ્રયોગ કરે અને ભોળા લોકોને છેતરીને લાખો રુપિયા કઢવી લે છે. તાંત્રિકોના માતાજીના નામે ગોરખધંધા જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં એક તાંત્રિકવિધિ કરીને લાખો રૂપિયાની છેત્તરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસે આ ચીટર્સની આખી ટોળકીને પકડી કાયદેસરના પગલાં લીધા છે.
અંધશ્રદ્ધાનું રાજકોટ ક્નેક્શનઃ રાજકોટના એક પૂજારી આવી ખોટી વિધિનો ભોગ બન્યાનું પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે. જેમાં આ ટોળકી માતાજીની કૃપાથી પૈસાનો વરસાદ થશે એવી વાત કરતા હતા. 10 વ્યક્તિઓની ટોળકી પૂર્વ આયોજિત પ્લાનિંગ બનાવીને ચિટિંગ કરતી હતી. સોમનાથ પોલીસે આ દસેય વ્યક્તિને પકડી કાયદાનો પાઠ ભણાવ્યો છે. જેની સાથે અન્ય ચાર શખ્સો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પૈસાનો ઢગલા સાથે વિધિઃ તાંત્રિક ટોળકીના સભ્યો લોકોને તાંત્રિક વિધિના બહાને રૂપિયાનો ઢગલો બતાવતા હતા. જેના પર વિધિ કરવાની વાત કરીને રાજકોટના ગ્રામ્ય વિસ્તાર નજીક એક મંદિરે લઈ ગયો હતો. પાણીકોઠા ગામે મુસાબાપુ સાક્ષાત હોવાની વાત આ ટોળકીના સભ્યો કરતા હતા. જેમાં રૂપિયા 500 કરોડનો ઢગલો કરવાની વાત ઠગ કરતો હતો. પછી પૂજારીને એ મંદિરમાં લઈ ગયા અને એક તાંત્રિક વિધિ એમના ઘરે કરવી પડશે એવું કહીને ફસાવી દીઘા હતા. પણ પૂજારીને ક્યાં ખબર હતી કે, આ એક લૂંટનું કારસ્તાન છે. સમગ્ર નેટવર્ક ટુ સંચાલન અલ્તાફ નામનો વ્યક્તિ કરતો હતો. જેને ઓર્ડર મુસાબાપુ નામનો વ્યક્તિ કરતો હતો. પથી
કેવી વિધિ કરીઃ ભોગ બનનાર હરકિશનભાઈને એ વર્તુળ કરીને અંદર બેસાડી દીધા હતા. પછી તાંત્રિક વિધિ કરી હતી. પછી વિધિ કરવા માટે તેલ મંગાવવું પડશે એવું કહીને 5.30 લાખની માગ કરવામાં આવી હતી જેની ચૂકવણી પણ પીડિતે કરી આપી હતી. પૈસાની લાંલચ ગમે તે કરાવી શકે. ઠગે વધારાના પૈસા માગતા લંડન સ્થિત એમના બહેન પાસેથી પીડિતે 4.50 લાખ જેવી રકમ ટ્રાંસફર કરાવી આ ઠગને આપી હતી. પછી એક રૂમમાં પૈસાની નકલી નોટનો ઢગલો દેખાડીને પૈસા ધર્મના છે એવી ખાતરી આપી.
આવી રીતે ખબર પડીઃ જ્યારે પૂજારીને લાગ્યું કે, આ પ્રવૃતિ અને વ્યક્તિની દાળમાં કંઈક કાળું છે ત્યારે સાક્ષાત માતાજીને બોલાવનાર મુસાબાપુ-ભાઈ સહિત ટોળકીના સભ્યોએ પૂજારીને ઘેરી પોલીસ ફરિયાદ ન કરવા અને મામલો દબાવી દેવા માટે દબાણ કર્યું હતું. જેમાં દસેય વ્યક્તિ જુદા જુદા રોલ પ્લે કરતી હતી. પૂજારીના ઘરે આવેલા ઠગે કહ્યું હતું કે, માતાજી કોપાઈમાન થયા છે. પછી પૂજારીને ખ્યાલ આવ્યો કે, આખરે એની સાથે ખોટું થયું છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે આ ટોળકીને દબોચી લીધી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા ટીમે ઠગ ટોળકીના કારસ્તાનો પર્દાફાશ કર્યો હતો.
પ્લાનિંગ આવું હતુંઃ પુજારી હરકિશન ગોસ્વામીને ફસાવવા માટે રાજકોટ હાઇવે પર કાવતરું રચ્યું હતું. માતાજીને ખુશ કરવા માટે કેટલીક વિધિ તેમના ઘરે રાજકોટ કરવાનું કહીને મુસાબાપુ અને કેટલાક તેમની ટોળકીના ઈસમો હરકિશન ભાઈ સાથે રાજકોટ જઈ રહ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નકલી પોલીસ અને પત્રકાર બનીને આવેલા લોકોએ મુસા બાપુનું અપહરણ કરીને જતા રહ્યા હતા. આ સમગ્ર ઠગ ટોળકીના સદસ્યોએ આચર્યું હતું. મુસાબાપુએ હરકિશન ગોસ્વામીનો સંપર્ક કરીને માતાજી નારાજ થયા છે. તેથી ફરી વિધિ કરવા માટે રૂપિયાની જરૂર પડશે આવી માંગ કરતા હરકિશન ગોસ્વામી તાંત્રિકોની જાળમાં ફસાયા હોવાનું માલૂમ થયું.
નકલી પોલીસ અને પત્રકારઃ રાજકોટના ફરિયાદી પૂજારી હરકિશન ભાઈની અરજીને આધારે સોમનાથ પોલીસ મામલામાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન આ ટોળકીના સદસ્યો અને તેમના દ્વારા કરવામાં આવેલા કારસ્તાનને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. હાલ 10 જેટલા ઠગ તોડકીના ઇસમો કે જેમાં નકલી પોલીસ અને પત્રકારનો પણ સમાવેશ થાય છે. તેને પકડી પાડવામાં સફળતા મળી છે. જિલ્લા પોલીસે વડાએ સ્પષ્ટતા કરી હતી.
"ટોળકીના વધુ ચાર જેટલા ઈસમો ફરાર છે. તેને પકડી પાડવામાં પણ પોલીસે ચક્રો પ્રતિમાન કર્યા છે. જે રીતે લોકો ઠગ ટોળકીમાં ફસાઈ રહ્યા છે. તેને લઈને લોકોને સાવચેત રહેવા પણ પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આવી ટોળકીના જાંસામાં ન ફસાઈને મરણ મુડી સમાન રૂપિયા ગુમાવવા ન પડે તે માટે પણ લોકો વધુ જાગૃત બને અને આવા કોઈ પણ તાંત્રિક કે ઠગ ટોળકીની માહિતી તુરંત પોલીસને પહોંચાડે. જેથી આ પ્રકારની ઘટના બનતી અટકાવી શકાય"-- મનોહરસિંહ જાડેજા (પોલીસવડા)
હકીકત પરથી થયો પર્દાફાશ: ફરિયાદી હરકિશન ગોસ્વામીની ફરિયાદને આધારે પોલીસે ઠગ ટોળકી પાસેથી રુપિયા 19 લાખ રોકડા અને 66 તોલા સોના સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં તાંત્રિક ઠગ ટોળકી દ્વારા રાજકોટ વિસ્તારના કેટલાક લોકો પાસેથી 90 લાખ કરતા પણ વધારેની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઠગ ટોળકી પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતી નકલી ખોપડી સાપ (બિનઝેરી) સહિત અન્ય તાંત્રિક વિધિનો સામાન પણ જપ્ત કર્યો છે.