ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામ જન્મોત્સવ ઉજવણી દરમિયાન રાત્રિના સમયે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હિન્દુ સમાજની પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાનીએ લઘુમતી સમાજ પર આપત્તિજનક ભાષણ કર્યું છે. સમગ્ર મામલાને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે આજે પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
શાંતિ સમિતિની બેઠક : ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રામ જન્મોત્સવ ઉજવણી સમિતિ દ્વારા રાત્રિના સમયે હિન્દુ ધર્મસભાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા પ્રખર મહિલા વક્તા કાજલ હિન્દુસ્તાનીએ લઘુમતી સમાજ પ્રત્યે ખૂબ જ ઉગ્ર અને આકરુ નિવેદન આપ્યું છે. જેને લઈને ઉના શહેરમાં જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠકનો આયોજન કરાયું હતું, જેમાં સર્વે સમાજના લોકો જોડાયા
હતા. ઉના શહેરમાં શાંતિનુ વાતાવરણ બની રહે તે માટેના પ્રયાસો કર્યા હતા.
આજે ઉના શહેર જોવા મળ્યું બંધ : સમગ્ર મામલાને લઈને આજે ઉના શહેરના નાના મોટા વેપાર ધંધાની સાથે શાકભાજી અને પાથરણા ૉવાળાઓએ પણ બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જે રીતે રામ જન્મોત્સવ ઉજવણી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ કર્યું છે, તેને લઈને હવે બંને સમાજમાં રોષ જવા મળી રહ્યો છે. તેને શાંત કરવા અને સમસ્યાનો નિરાકરણ આવે તે માટે જિલ્લા પોલીસ વડા શ્રીપાલ શેષમાં પણ ઉનામાં સતત માર્ગદર્શન આપી રહ્યા છે.
ફરિયાદ આપશે તો થશે કાર્યવાહી : જિલ્લા પોલીસ વડાએ આજે ઉના ખાતે માધ્યમો સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે જે રીતે રામ જન્મોત્સવ શોભાયાત્રા બાદ હિન્દુ ધર્મ સભામાં કાજલ હિન્દુસ્તાનીએ ઉગ્ર અને આપત્તિજનક ભાષણ આપ્યું છે તેવી ફરિયાદ લઘુમતી સમાજ દ્વારા પોલીસને આપવામાં આવશે તો પોલીસ તાકીદે ફરિયાદ લઈને ઉશ્કેરાટભર્યા ભાષણો માટે જવાબદાર કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ દાખલ પણ કરશે.
પોલીસ ફરિયાદ થઇ નથી : પરંતુ હજી સુધી લઘુમતી સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવી નથી. હાલ સમગ્ર ઉના શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજના દિવસે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટવા પામી ન હતી તેવું અંતમાં જિલ્લા પોલીસ વડા શ્રીપાલ શેષ્માએ માધ્યમોને જણાવ્યું હતું.